ગુજરાત

gujarat

ETV Bharat / city

એમ. પી. શાહ મેડિકલ કોલેજના તબીબ શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સાથે કર્યો વિરોધ

જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજ ખાતે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા ગુજરાતના તબીબી શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એમ. પી. શાહ મેડિકલ કોલેજના તબીબ શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સાથે કર્યો વિરોધ
એમ. પી. શાહ મેડિકલ કોલેજના તબીબ શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સાથે કર્યો વિરોધ

By

Published : May 6, 2021, 9:23 PM IST

  • GPSCની પરીક્ષા લેવામાં ન આવતી હોવાથી તબીબ શિક્ષકો પરેશાન
  • ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
  • ગુજરાતના તબીબી શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોને લઇને વિરોધ કરવામાં આવ્યો

જામનગરઃ રાજ્ય અને દેશની હાલની કોરોના મહામારીને માત આપવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબી શિક્ષકો રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં તન મનથી સેવા આપી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે તેવું જામનગરના તબીબી શિક્ષકોએ જણાવ્યું હતું. ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તમામ પડતર પ્રશ્નો હલ કરવામાં ન આવતા જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોએ આજે ગુરૂવારે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી

જો સરકાર કોઈ પગલાં નહિ ભેર તો આંદોલન કરશે

જામનગરમાં તબીબી શિક્ષકોએ માગ કરી હતી કે તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવામાં આવે અને એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરવામાં આવે, રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલી સેવા વિનિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે, આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલી તમામ એડહોક કે GPSC સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલીસી ફાઈલને મંજૂર કરવામાં આવે. જેવા મુખ્ય પડતર પ્રશ્નો અંગે તબીબી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો હડતાલ કરવામાં આવશે.

એમ. પી. શાહ મેડિકલ કોલેજના તબીબ શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સાથે કર્યો વિરોધ

આ પણ વાંચોઃ ઇન્ટર્ન તબીબોએ કોરોનાનું વધારાનું ભથ્થુ ચુકવવાની માગ કરી

ABOUT THE AUTHOR

...view details