જામનગરઃ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. કોરોનાના પર કાબૂ મેળવવા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત તંત્ર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝરનો આગ્રહ રાખવા લોકોને સમજાવી રહ્યું છે.
જામનગરમાં આજથી ચા-પાનની દુકાનો સાંજે 6 વાગ્યે સુધી જ ખુલ્લી રહેશે
જામનગરમાં સોમવારથી એક અઠવાડિયા સુધી સાંજે 6 વાગ્યાથી ચા-પાનની દુકાનો બંધ રહેવાની છે. સોમવારથી એક અઠવાડિયા સુધી ચા-પાનની દુકાનો સવારે 8થી સાંજના 6 સુધી જ ખુલ્લી રહેશે, ત્યારબાદ દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવામાં આવશે.
જામનગરમાં આજથી ચા-પાનની દુકાનો સાંજે 6 વાગ્યે સુધી જ ખુલ્લી રહેશે
ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના 275થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જામનગર વેપારી મહામંડળે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી જ ચા અને પાનની દુકાનો ખુલ્લી રાખવા અંગે નિર્ણય લીધો છે.