- ભારતીય સૈન્ય દ્વારા તૌક્તે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સહાયતા આપવામાં આવી
- વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન આર્મીની ઉમદા કામગીરી
- કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસની દેખરેખ
જામનગરઃ અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું તૌક્તે અરબ સમુદ્રમાં આવેલું એક શક્તિશાળી ઉષ્ણકટિબંધીય વાવાઝોડું હતું. જેના કારણે 90 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને સંખ્યાબંધ લોકો લાપતા છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં 2,00,000 લોકો વિસ્થાપિત થયાં છે. આ વાવાઝોડાના કારણે ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે.
સૈન્યના જવાનોએ અનેક લોકોના જીવ બચાવ્યાં
સમગ્ર રાહત કામગીરીઓ પર કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસ દેખરેખ રાખી રહ્યાં છે. રાહત કાર્ય અગાઉથી જ નાગરિક પ્રશાસન સાથે ખૂબ સારી રીતે સંકલનમાં કરવામાં આવી રહ્યું છે, સમયની જરૂરિયાત અનુસાર વધારાની સહાયતા અને આયોજનોમાં ફેરફારો કરવામાં આવ્યા હોવાથી સ્થાનિક લોકોની જરૂરિયાતો લગભગ સંપૂર્ણ નિષ્ઠા સાથે પૂરી થઇ શકી છે. બચાવ ટીમો ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અદભૂત કામગીરી કરી રહી છે.