ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ - jodiya taluk villages

જામનગરના જોડિયા પંથકમાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ
જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ

By

Published : Sep 6, 2020, 8:37 PM IST

જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા 5 ગામોમાં તાલુકા વિકાસ અધિકારીની આગેવાનીમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જોડિયા પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. વર્ષ 2015ના 27 એપ્રિલના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ ખેડૂતને એક હેક્ટરદીઠ રૂપિયા 6800નો લાભ મળવાપાત્ર છે. જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાની થઈ છે તેમને પૂરતું વળતર મળશે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ

આ સર્વેની કામગીરીમાં તારાણા, કોઠારીયા, માણામોરા, દૂધઈ, કુનડ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને વાડીની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવી હતી.

જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ
જોડીયાના તાલુકા વિકાસ અધિકારી જે. એચ. સોરઠીયા, ખેતી વિસ્તરણ અધિકારી, પંચાયત ગ્રામ સેવક, લગત ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના પ્રધાન હાજર રહ્યા હતા.
જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ
ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જોડિયા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી લેખિત અને મૌખિક માગ કરી હતી.
જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ

ABOUT THE AUTHOR

...view details