જામનગરમાં મેલેરિયા માસ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ - જામનગર સર્વેલન્સ કામગીરી ન્યુજ
રાજ્યમાં કોરોના મહામારી યથાવત્ છે, ત્યારે ચોમાસાનું પણ આગમન થયુ છે. જે અંતર્ગત જામનગરમાં પ્રિમોન્સૂન કામગીરી તેમજ મેલેરિયા માસના ભાગરૂપે જિલ્લા પંચાયત સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મેલેરીયા થતો અટકાવવા માટે વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં મેલેરિયા માસ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ
જામનગરમાંઃ ખાસ કરીને ચોમાસામાં મચ્છર જન્ય રોગોનો ઉપદ્રવ વધતો હોય છે. એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અન્ય રોગોનું પ્રમાણ પણ આગળ વધે નહીં તે માટે જિલ્લા પંચાયતની સ્વાસ્થ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.