- જામનગરમાં ABVP દ્વારા તબીબોને સ્ટાઈપેન્ડ આપવા મામલે કલેક્ટરને રજૂઆત
- માગ નહિ સ્વીકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
- ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવે છે
જામનગર: ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે ઇન્ટર્ન તબીબોને પૂરતું સ્ટાઈપેન્ડ આપવા માટે ABVPએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે જ ABVP ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ આપવાની કરાયેલી રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આયુર્વેદિક કોલેજ સાથે કેમ ભેદભાવ
રાજ્યની કોલેજોમાં 9800થી વધુ સ્ટાઈપેન્ડ આ વર્ષે કોરોના મહામારી દરમિયાન પણ પોતાનો જીવ જોખમમાં મૂકી તેમની નિયમિત ડ્યૂટી પર હાજર રહેવા છતાં તેમને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાતમાં અન્ય કોલેજોમાં સ્ટાઈપેન્ડ રૂપિયા 9800થી વધુ છે અને રાજ્યની સર્વશ્રેષ્ઠ કોલેજમાં માત્ર 7280 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.