જામનગરઃ રાજ્યમાં વિવિધ ITI સેન્ટરમાં સુપરવાઈઝર ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરની ભરતીનું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લામાં પણ વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક ITI સુપરવાઈઝર ઈન્સ્પેકટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.
જામનગરમાં ITI સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા વિદ્યાર્થીઓએ કરી રજૂઆત - District Collector
રાજ્યમાં વિવિધ ITI સેન્ટરમાં સુપરવાઈઝર ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જો કે હજુ સુધી સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરની ભરતીનું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં પણ વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક ITI સુપરવાઈઝર ઈન્સ્પેકટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.
જામનગરમાં ITI સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા વિદ્યાર્થીઓએ કરી રજૂઆત
જિલ્લામાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની પરીક્ષા આપી હતી. જો કે લાંબા સમયથી પરીક્ષાનું પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.