પ્રધાન સમક્ષ અધિકારીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ બ્રાન્ચના અધિકારીઓ સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવા પ્રધાને કહ્યું હતું
રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બેઠક યોજી હતી
જામનગર : શહેરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીઓ તથા જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને જામનગર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિતિ
બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ સવાદીયા, ઉપપ્રમુખ વિનુભાઇ ધ્રુવ, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સભ્યો સર્વ ભીખુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામસિંહ રાઠોડ, કિરીટભાઈ બૂધ્ધભટ્ટી, નરેન્દ્રસિંહ જાડેજા વગેરેએ પ્રધાન ક્રિકેટ મેદાનના ડેવલોપમેન્ટ અંગે વિવિધ રજૂઆતો તેમજ સૂચનો કર્યા હતા.
પ્રધાને હેરીટેઝ ક્રિકેટ બાંગ્લો તેમજ કચેરીની મુલાકાત લઈ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પ્રધાને જણાવ્યું હતું. સાથે-સાથે પ્રધાને હેરીટેઝ ક્રિકેટ બંગ્લો તેમજ કચેરીની મુલાકાત લઈ સમગ્ર ગ્રાઉન્ડનુ નિરીક્ષણ કર્યુ હતું.
બેઠકમાં વિવિધ ઓફિસર ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા
બેઠકમાં શહેર અધ્યક્ષ વિમલ કગથરા, પી.આઈ.યુ. બ્રાન્ચના ચીફ એન્જિનિયર દિલીપભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર જે.આર.પટેલ, સેકશન ઓફિસર આઈ.સી. પટેલ વગેરે ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા.