ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને ઘર કામમાં 50 ટકા આપે છે સહયોગ - All-rounder cricketer Ravindra Jadeja

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા હાલમાં ફેક્ચકને કારણે આરામ પર હતા પરંતુ રીકવર થતા તે IPL માટે તેમની ટીમ ચેન્નેઇ સુપર કિંગમાં જોડાઈ ગયો છે. તેમની પત્ની રિવાબાએ કહ્યું હતું કે રવિન્દ્ર તેમને ઘરકામમાં મદદ કરે છે.

cricket
સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને ઘર કામમાં 50 ટકા આપે છે સહયોગ

By

Published : Mar 29, 2021, 7:29 PM IST

  • હાથમાં ફેક્ચર હોવાના કારણે ઇન્ડીયા ટીમની બહાર રવીન્દ્રસિંહ જાડેજા
  • પત્ની રિવાબાને કરે છે ઘરકામમાં મદદ
  • રિવાબા સતત મહિલાઓના ઉત્કર્ષ માટે રહે છે પ્રયત્નશીલ


જામનગર: ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હંમેશા ચર્ચામાં રહે છે.થોડા સમય પહેલાં રવિન્દ્ર જાડેજાને હાથમાં ફેક્ચર થયું હતું જેના કારણે ટીમ ઈંડિયાથી બહાર છે જો કે IPL માં સારું પર્ફોમન્સ કરવા માટે રવિન્દ્ર જાડેજા ઉત્સુક છે અને તે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ પણ ગયો છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજા : આ મને સ્પિડિ રિકવરીની શુભકામના આપવા આવ્યો છે


રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને ઘર કામમાં કરે છે મદદ

થોડા સમય પહેલા રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રિવાબાએ મોટી લાખાણી ગામે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતાની વાત ગામની મહિલાઓ સાથે શેર કરી હતી. મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન રિવાબાએ રવિન્દ્ર જાડેજા પોતાને ઘર કામમાં મદદ કરતા હોવાની કબુલાત કરી હતી, અને રવિન્દ્ર જાડેજા પોતાને ઘર કામમાં 50 ટકા મદદ કરે છે. રવિન્દ્ર જાડેજા ચા પણ જાતે બનાવી શકે છે.

આ પણ વાંચો : શું માસ્કનો નિયમ માત્ર સામાન્ય માણસો માટે ? ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીએ પોલીસ સાથે માથાકૂટ કરતા દંડ વગર છોડ્યા


રિવાબા જાડેજા મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયાસ કરતા રહે છે

લાખણી ગામમાં મહિલાઓ સાથે વાત કરતા રિવાબાએ જણાવ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ, સ્ત્રી ઉત્કર્ષ માટે સતત કાર્ય કરતા રિવા બા દીકરાની સાથે દીકરીઓને પણ પૂરતું શિક્ષણ મળે તે આજના સમયની માગ છે.

ABOUT THE AUTHOR

...view details