- કોરોનાએ મોટા ભાગના લોકોના ધંધા- રોજગાર છીનવ્યા
- પારકા ઘરે કામ કરી ગુજરાન ચલાવનારી મહિલાઓની સ્થિતિ બગડી
- રાજ્ય સરકારે ઘર કામ કરતી મહિલાઓને કરવી જોઈએ સહાય: ઘરઘાટી
જામનગર: દેશમાં હાલ કોરોનાની(Coronavirus) મહામારી ચાલી રહી છે. આથી, લોકડાઉન (Lockdown) દરમિયાન મોટા ભાગના લોકોને પોતાના કામધંધા (Business-employment) છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે, આવા તમામ લોકો આર્થિક (Finance) મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે, જામનગર શહેરમાં પારકા ઘરે કચરો, પોતા અને જમવાનું બનાવી પોતાનું ગુજરાન ચલાવનારી મહિલાઓની(House maids) સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:કોરોનાને કારણે લુહારની હાલત કફોડી, છેલ્લા 50 વર્ષમાં ન આવી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ
ઘરકામ કરતી મહિલાઓ કોરોનાના કારણે થઈ પાયમાલ
કોરોનાને કારણે ઘરકામ કરતી આવી મહિલાઓ કોઈના ઘરમાં પોઝિટિવ કેસ આવ્યો હોય તેવા ઘરમાં કામ કરવા જતા ડરે છે. આ ઉપરાંત, દુકાનદારો પણ કોરોનાથી ડરી રહ્યા છે. જેના કારણે મહિલાઓને કામ કરવાની મનાઈ કરવામાં આવે છે. આથી, મહિને 5થી 10 હજારની કમાણી કરતી ઘરકામ કરતી મહિલાઓ કોરોનાના કારણે પાયમાલ થઈ છે. મોટા ભાગની મહિલાઓ એકલી હોય છે અથવા તો પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે બીજાના ઘરે કામ કરતી હોય છે.