ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર: NCC કેમ્પમાં કેડેટ્સ દ્વારા વિશેષ પરેડનું આયોજન - કર્નલ કે એસ માથુર

જામનગરમાં સત્ય સાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસીય NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે ગ્રૂપ કમાન્ડર કર્નલ કે. એસ. માથુર NCC ગ્રૂપ હેડક્વાર્ટર જામનગર દ્વારા ખાસ ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. તેમજ કેડેટ્સ દ્વારા પાયલોટિંગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રૂપ કમાન્ડરે અને તેઓની સિદ્ધિ અને મહેનત બદલ બિરદાવ્યા હતા. આ કેમ્પમાં પૂર્વે કમાન્ડર એસ.એસ.ત્યાગી અને સત્ય સાઈ સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર: NCC કેમ્પમાં  કેડેટ્સ દ્વારા વિશેષ પરેડનું આયોજન
જામનગર: NCC કેમ્પમાં કેડેટ્સ દ્વારા વિશેષ પરેડનું આયોજન

By

Published : Nov 10, 2020, 4:05 PM IST

  • જામનગરમાં ચાલી રહ્યો છે NCC કેમ્પ
  • પાંચ દિવસીય કેમ્પમાં 50 વિદ્યાર્થીઓને અપાઈ રહી છે તાલીમ
  • બેસ્ટ પર્ફોમન્સ કરનાર વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં લેશે ભાગ
  • 50માંથી 13 વિદ્યાર્થીઓનું થશે સિલેક્શન

    જામનગર: સત્ય સાઈ સ્કૂલ ખાતે ચાલી રહેલા પાંચ દિવસીય NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે ગ્રૂપ કમાન્ડર કર્નલ કે. એસ. માથુર NCC ગ્રૂપ હેડક્વાર્ટર જામનગર દ્વારા ખાસ ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. તેમજ કેડેટ્સ દ્વારા પાયલોટિંગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રૂપ કમાન્ડરે અને તેઓની સિદ્ધિ અને મહેનત બદલ બિરદાવ્યા હતા. આ કેમ્પમાં પૂર્વે કમાન્ડર એસ.એસ.ત્યાગી અને સત્ય સાઈ સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


દિલ્હીમાં યોજાનારી પરેડ માટે સિલેક્શન

પાંચ દિવસીય NCC કેમ્પમાં કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાંથી 13 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવશે અને આ 13 વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે પ્રેક્ટિસ માટે મોકલવામાં આવશે. ત્યારબાદ દિલ્હીમાં યોજાનાર પરેડમાં NCC કેમ્પના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

જામનગર: NCC કેમ્પમાં કેડેટ્સ દ્વારા વિશેષ પરેડનું આયોજન
Etv ભારત સાથેની વાતચીતમાં NCC કેડેટ્સે જણાવ્યું કે, તેમનું સપનું છે દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં ભાગ લેવાનું. પાંચ દિવસ સુધી વિવિધ એક્ટીવી કરાવવામાં આવી રહી છે. જેમાં ગ્રૂપ ચર્ચા અને શારીરિક તેમજ માનસિક શક્તિઓ પણ ઓળખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સિલેક્શન થશે.

ABOUT THE AUTHOR

...view details