- રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી
- શહેરોમાં લોકો મોટી સંખ્યામાં બજારમાં એકઠા થઈ રહ્યા છે
- પોલીસ વેપારીઓને હેરાન કરતી હોવાની કરાઈ રાવ
જામનગર: દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે. આથી, શહેરોમાં લોકો મોટી સંખ્યામાં બજારમાં એકઠા થઈ રહ્યા છે. ભીડ થવાના કારણે કોરોનાનું સંકરણ વધુ ફેલાય તેવી શક્યતા પણ છે. જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા ભીડ એકઠી ન થાય તે માટે સિંધી બજારમાં વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જોકે, વેપારીઓએ કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. ત્યારે, પોલીસ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.
આ પણ વાંચો:જામનગરમાં લોકો કોરોનાને લઇ કેટલા જાગૃત..... જુઓ રિયાલિટી ચેક..