જામનગર: શહેરના ચાંદી બજાર પાસે રાત્રીના મરણ પામનાર સબીર ગફારભાઈ લાલપરીયા તેની પત્ની સાથે નીકળ્યા હતા. જેમાં સદામ બાજરીયા નામના શખ્સે તેની મશ્કરી કરતા મામલો બિચક્યો હતો. જેથી સબીર ગફાર લાલપરીયા (મેમણ) અને સદામ બાજરિયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદમાં સબીર પોતાની પત્ની સાથે ઘરે ચાલ્યા ગયા હતા. સમાધાન માટે બોલાવતા ચાર લોકો તૂટી પડ્યા અને આડેધડ છરી વડે હુમલામાં હત્યા(Assassination with a knife) પરિણમી હતી. હાલતો રમજાનના પવિત્ર તહેવારમાં યુવાનની હત્યાથી અરેરાટી વ્યાપી ગઇ છે.
સબીર ગફાર લાલપરીયાએ પટણીવાડ મટકાફળી જામનગર રહેવાસી હતો -સદામ બાજરિયાએ સબીર ગફારની પત્નીની મશ્કરી કર્યા બાદ સમાધાન માટે મળવા બોલાવી તેના પતિને માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બપોરે 1:30 વાગ્યે થયો હતો. આમાં ચાર લોકો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓએસબીર ગફારની પત્નીની મજાક મશ્કરી(The young man's wife joked) કરતા ઉગ્ર બોલાચાલી થઈ જેથી તકરાર ટાળવા માટે સમાધાનની હિમાયતની આડમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ સમાધાન માટે બોલાવતા ચાર લોકો તૂટી પડ્યા અને આડેધડ છરી વડે હુમલામાં હત્યા પરિણમી હતી. આ ઘટનામાં હત્યાના આરોપીના નામ આ પ્રમાણે છે. સદામ મહમદ બાજરિયા, ઝુબેર મહમદ બાજરીયા, મોહસીન ઉર્ફે ખજૂર ઈકબાલ શેખ અને વસીમ સુલેમાન બશર.
આ પણ વાંચો:Odhav Viratnagar murder case: ઓઢવ વિરાટનગર સામુહિક હત્યા કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર