- યૌનશોષણ મામલે થઇ રહ્યાં નવા ખુલાસા
- 60 થી 70 યુવતીઓ બની છે ભોગ
- સરકારે કડક તપાસના આપ્યા આદેશ
જામનગર:બહુ ચર્ચિત યૌન શોષણ(sexual harassment case) મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 4 દિવસ પહેલા જામનગરની હોસ્પિટલમાં ફરજ બજાવતા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવ્યા બાદ મીડિયા સમક્ષ વાત કરીને યુવતીએ તેમનું યૌન શોષણ થયાનું જણાવ્યું છે.
કમિટીની નિમણૂંક કરાઈ પણ યુવતીઓ નારાજ
યૌનશોષણ કેસ મામલે જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલ ડીન તરીકે ફરજ બજાવતા નંદિની દેસાઈએ પણ અમુક યુવતીઓના નિવેદન લીધા છે અને અમુક યુવતીઓને નિવેદન માટે બોલાવી નથી. આથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે યુવતીઓ ભોગ નથી બની તેમના નિવેદન લેવામાં આવી રહ્યાં છે. તો કેટલીક યુવતીઓ બદનામ થવાના ડરને કારણે કમિટી સમક્ષ જઇ શકતી નથી. કેટલીક યુવતીઓએ હિંમત દાખવી છે અને મીડિયા સમક્ષ તેમજ કમિટી સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું છે. જે યુવકના ઘરમાં યુવતીઓનું શોષણ કરવામાં આવ્યું તે યુવક પણ મીડિયા સમક્ષ આવ્યો છે. તેણે જણાવ્યું છે કે તેના ઘરનો જાણ બહાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
60 થી70 યુવતીઓ યૌન શોષણની ભોગ બની
સમગ્ર મામલામાં એક યુવતી સહિત કુલ 6 ઈસમો સંડોવાયેલા છે અને આ તમામ લોકોએ ચેન બનાવી 60 થી 70 જેટલી એટેન્ડન્સ યુવતીઓને યૌન શોષણનો ભોગ બનાવી છે. જો કે સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. કમિટીએ અમુક યુવતીઓના નિવેદન લીધા છે. તો જી.જી.હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા 1 આરોગ્ય કર્મચારીએ પણ યુવાન શોષણના મામલે નવો ઘટસ્ફોટ કર્યો છે. તેમને જણાવ્યું કે તેઓ છેલ્લા 8 મહિનાથી શોષણની વિગતો જાણતા હતા પણ આરોપી લાગવગવાળા હોવાથી તેઓએ પોતાની નોકરી બચાવી અને મૌન રહેવાનું નક્કી કર્યું હતું. જો કે ભોગ બનેલી યુવતીઓ જ મીડિયા સમક્ષ તેમજ કમિટી સમક્ષ પોતાના નિવેદનો આપવા માટે બહાર આવી ત્યારે આરોગ્ય કર્મચારીએ પણ નિવેદન આપીને યુવતીઓની સાથે ઉભા રહ્યાં છે.
સમગ્ર રાજ્યમાં યૌન શોષણના પડઘા પડ્યા
યૌન શોષણના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરના કલેક્ટરને ફોન કરી અને સમગ્ર મામલે કડક તપાસ થાય તેવા આદેશ આપ્યા છે તો રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જે જામનગરના જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પ્રાંત અધિકારીની આગેવાનીમાં 3 સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી હાલ તમામ યુવતીઓના નિવેદન લઇ રહી છે. જો કે આ યૌન શોષણ મામલે આમ આદમી પાર્ટીએ ઝપલાવ્યું છે તો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે
NGO પણ આવી વ્હારે