- G.G હોસ્પિટલ Sexual harassment case
- આપ નેતા ઈસુદાન ગઢવીએ પીડિતાઓની લીધી મુલાકાત
- ઈસુદાન ગઢવીએ કમિટી નહીં પણ ફરિયાદ નોંધવાની કરી માંગ
જામનગરઃ શહેરની G.G હોસ્પિટલમાં થયેલી યૌન શોષણ(Sexual harassment case)ઘટના જે ખુબ જ ચર્ચાયો છે. આ યૌન શોષણ કાંડમાં 18 જૂન શુક્રવારે અમદાવાદની વિવિધ સંસ્થાઓની મહિલાઓએ મુલાકાત કરી હતી. ત્યારે 19 જૂન શનિવારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પીડિતાઓની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચના કરવામાં આવેલી કમિટી મામલે પણ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યુ પીડિતાઓને ન્યાય અપાવવા માટે કમિટી નહીં પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી ઈસુદાન ગઢવી (Ishudan Gadhvi)એ માંગ કરી છે.
દીકરીઓને ન્યાય નહિ મળે તો આપની ટીમ કરશે ફરિયાદ
જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલ (G.G. Hospital Jamnagar) ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. ઈસુદાન ગઢવીએ ગુજરાતની દીકરીઓ પર થતા અત્યાચારનો વિરોધ કર્યો છે. હોસ્પિટલમાં 60 થી 70 જેટલી દીકરીઓનું યૌન શોષણ થયું છે. છતાં પણ હજુ સુધી એક પણ ફરિયાદ નોંધવામાં આવી નથી. વહીવટી તંત્ર દ્વારા માત્ર કમિટી રચી જવાબદારીથી બચવા માટેનું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઈસુદાન ગઢવીએ કર્યો છે.