- ભાજપ દ્વારા સેન્સ લેવાઈ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સેન્સ લેવાની કામગીરી શરૂ કરાઈ
- ભાજપ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવવામાં આવી
જામનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત શનિવારના રોજ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા સેન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા રવિવારથી સેન્સ લેવાની કામગીરી શરૂ કરાઈ છે.
જામનગર મનપામાં ચૂંટણી લડવા ઈચ્છતા લોકોની લેવાઈ સેન્સ
જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે જે સેન્સ લઈ રહ્યા છે.