ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરઃ બેફામ બૂટલેગરોએ મહિલાઓને મારી, CCTVમાં ઝડપાયાં દ્રશ્ય - જામનગર પોલિસ

જામનગરમાં બૂટલેગરોના આતંકની ઘટના CCTV માં કેદ થઇ છે.શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં આવેલ સુભાષપરા વિસ્તારની ઘટનામાં બેફામ બનેલાં બૂટલેગરો મહિલાઓને માર મારતાં સીસીટીવીમાં ઝડપાયાં છે. ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

જામનગરઃ બેફામ બૂટલેગરોએ મહિલાઓને મારી, CCTVમાં ઝડપાયાં દ્રશ્ય
જામનગરઃ બેફામ બૂટલેગરોએ મહિલાઓને મારી, CCTVમાં ઝડપાયાં દ્રશ્ય

By

Published : Sep 26, 2020, 3:12 PM IST

જામનગર: બેફામ બનેલાં બૂટલેગરો દ્વારા મહિલાનેે બેરહેમીથી લાતો અને ઢીકાપાટું વડે માર મારવામાં આવ્યો હોવાના સીસીટીવી બહાર આવ્યાં છે. મળતી વિગત પ્રમાણે મહિલાએ ઘર પર કેમેરા લગાવતાં બૂટલેગરોએ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શહેરના શંકર ટેકરી વિસ્તારમાં બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે..ઉલ્લેખનીય છે કે મહિલા દ્વારા બૂટલેગરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બૂટલેગરોનો આતંક CCTVની નજરમાં ઝડપાઈ ગયો છે.

જામનગરઃ બેફામ બૂટલેગરોએ મહિલાઓને મારી, CCTVમાં ઝડપાયાં દ્રશ્ય
આમ તો જામનગરમાં વિવિધ વિસ્તારોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેમાંય શંકર ટેકરી વિસ્તારમાં જાણે દેશી દારૂ વેચવો એક મોભો ગણાતો હોય તેમ બૂટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યાં છે કોઈ પણ જાતના ડર કે ભય વિના ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એક બાજુ રાજયના ગૃહપ્રધાન દારૂબંધી વધુ કડક કરવા માટે પોલીસને આદેશ આપી રહ્યા છે તો બીજી બાજુ બૂટલેગરોને કોઇની તમા નથી. .ખુલ્લે આમ દેશી દારૂ વેચવો અને જો કોઈ સામે થાય તો તેને મેથીપાક આપવો એ બૂટલેગરોનું રોજનું કામ બની ગયું છે. પછી મહિલાઓ હોય તો પણ આ બૂટલેગરો મર્દાનગી દેખાડતા સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.
જામનગરઃ બેફામ બૂટલેગરોએ મહિલાઓને મારી, CCTVમાં ઝડપાયાં દ્રશ્ય

ABOUT THE AUTHOR

...view details