ગુજરાત

gujarat

ETV Bharat / city

Sadhguru Jamnagar Visit: સદગુરુ જગ્ગી વાસુદેવ મે મહિનામાં કયા સંદેશ સાથે આવી રહ્યા છે જામનગર, જાણો - વિશ્વમાં સદગુરુની બાઈક રેલી

કોઈમ્બતૂરમાં આવેલા ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ 29 મેએ જામનગરના મહેમાન (Sadhguru Jaggi Vasudev Jamnagar Visit ) બશે. જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહના આમંત્રણને માન આપી (Jamsaheb Shatrushalyasinh invites Sadhguru ) તેઓ જામનગર આવી રહ્યા છે.

Sadhguru Jamnagar Visit: સદગુરુ જગ્ગી વાસુદેવ મે મહિનામાં કયા સંદેશ સાથે આવી રહ્યા છે જામનગર, જાણો
Sadhguru Jamnagar Visit: સદગુરુ જગ્ગી વાસુદેવ મે મહિનામાં કયા સંદેશ સાથે આવી રહ્યા છે જામનગર, જાણો

By

Published : Apr 26, 2022, 2:59 PM IST

જામનગરઃ કોઈમ્બતૂરમાં આવેલા ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ29 મેએ જામનગર (Sadhguru Jaggi Vasudev Jamnagar Visit) આવશે. ત્યારે તેમના કાર્યક્રમ અંગે સત્યસાંઈ સ્કૂલના CEO એકતાબા સોઢાએ ETV Bharat સાથે વિશેષ વાતચીત કરી હતી. સદગુરુ વિશ્વના અનેક દેશોમાં બાઈક સવારી (Sadguru bike rally in the world) કરી પ્રકૃતિ બચાવવા માટે જનજાગૃતિ કરતા અને સેવ સોઈલના સંદેશ (Save Soil Massage) સાથે જામનગર આવી રહ્યા છે.

જામસાહેબના આમંત્રણને માન આપી સદગુરુ આવશે જામનગર

PM મોદી પણ મળ્યા હતા જામસાહેબને - ઉલ્લેખનીય છે કે, એકતાબા સોઢા અને જામસાહેબ પણ પકૃતિપ્રેમી છે. એકતાબા સોઢા આગામી 5 વર્ષમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવાની નેમ ધરાવે છે. જોકે, સદગુરુની પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર આવ્યા હતા. તે દરમિયાન તેઓ જામસાહેબને (PM Modi meets Jamsaheb) મળ્યા હતા. તે સમયે પણ એકતાબા સોઢા ઉપસ્થિત હતાં. તેમણે આ બંને મહાનુભાવોની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા.

એકતાબા સદગુરુનું કરશે સ્વાગત

જામસાહેબના આમંત્રણને માન આપી સદગુરુ આવશે જામનગર - આપને જણાવી દઈએ કે, સેવ સોઈલનો સંદેશ (Save Soil Massage) આપવા અને પ્રકૃતિના રક્ષણ માટે સદગુરુ વિશ્વના 27 દેશોમાં 30,000 કિલોમીટરની બાઈક રાઈડ (Sadguru bike rally in the world) કરી રહ્યા છે. તે કરતા કરતા તેઓ જામનગર (Sadhguru Jaggi Vasudev Jamnagar Visit) પહોંચશે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના આમંત્રણને માન આપીને તેઓ 29 મેએ જામનગર આવી રહ્યા છે.

જામનગરમાં સદગુરુનું કરાશે ભવ્ય સ્વાગત

આધ્યાત્મિક માર્ગદર્શન માટે વિખ્યાત છે સદગુરુ - કોઈમ્બુતૂરમાં આવેલા ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વભરમાં પોતાના આધ્યાત્મિક માર્ગદર્શન અને પ્રકૃતિના સંરક્ષણ માટે ખુબ જ વિખ્યાત છે. તાજેતરમાં વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોની માટીના સંશોધન બાદ તેવા તારણ પર આવ્યા છે કે, સમગ્ર વિશ્વની માટીનું પોષક મૂલ્ય ઘટતું જાય છે.

આ પણ વાંચો-Amit Shah Bhopal roadshow: અમિત શાહના રોડ શોમાં મુસ્લિમ મહિલાઓએ ફૂલોની વર્ષા કરી

સદગુરુની ઝૂંબેશ - ત્યારે 21 માર્ચથી સદગુરૂએ આ સમસ્યાને સમગ્ર વિશ્વને વાકેફ કરાવવા એક અનોખી ઝૂંબેશ હાથ ધરી છે, જેના હેઠળ તેઓ વિશ્વના 26 દેશોમાં પોતે 30,000 કિમી બાઈક (Sadguru bike rally in the world) ચલાવી દરેક દેશના નીતિકોશને મળી માટીને લઈ નીતિમાં ફરેબદલના સૂચનો આપશે. તેમની આ ચળચળને વિશ્વના બધા જ દેશોએ ખુલ્લા હ્રદયથી આવકાર્યું છે.

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...

એકતાબા સદગુરુનું કરશે સ્વાગત - જામનગરના રાજવી જામસાહેબ કે, જે ખુદ પ્રકૃતિપ્રેમી અને સંરક્ષણકર્તા છે. તેમણે સદગુરુને તેમના વિદેશ પ્રવાસ બાદ જ્યારે ભારત પરત પધારે ત્યારે જામનગરની પવિત્ર ભૂમિ તેમનું ભવ્ય સ્વાગત કરશે. જામસાહેબના આમંત્રણને સદગુરૂએ (Jamsaheb Shatrushalyasinh invites Sadhguru) ખૂબ જ ગૌરવથી સ્વીકાર કર્યા છે. એકતાબા સોઢા, જે કેડમસ અને સત્યસાંઇ સ્કૂલના CEO અને જામસાહેબના પ્રતિનિધિ છે. તેઓ સદગુરુના ભવ્ય સ્વાગતનું નેતૃત્વ કરશે. સદગુરૂ પોતે જામનગરની (Sadhguru Jaggi Vasudev Jamnagar Visit) ધરતી પર પધારે તે આપણા સૌ માટે આશિર્વાદ સમાન છે.

ABOUT THE AUTHOR

...view details