જામનગર : ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની દિકરીના જન્મદિવસે જામનગર (Ravindra Jadeja Daughter Birthday) ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે આશીર્વાદ રીસોર્ટમાં દિકરીના જન્મદિવસ અવસર પર ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓને પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા જાડેજા તેમજ તેમના (Sukanya Samrudhi account in Jamnagar) પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિવાબાની દિકરીના જન્મદિવસ પર નવતર પ્રયાસ આ પણ વાંચો :ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબાએ ઘોડે સવારીની માણી મજા જૂઓ વિડીયો...
જન્મદિવસ પર નવતર પ્રયાસ - દીકરીની માતા રિવાબા જાડેજાએ જણાવ્યુ કે, દીકરી કુંવરીબા નિધ્યાનાબાના પાંચમા જન્મદિવસ નિમિત્તે સમાજ સેવાના નવતર પ્રયાસ કર્યો છે. જન્મદિવસ અવસર પર સર્વે જ્ઞાતિની 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા છે. ગયા વર્ષ5થી7 વર્ષની દીકરીઓ માટે 11000 ની એફડી કરાવી હતી. જ્યારે આ વર્ષે પણ યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો જન્મદિવસ અવસર (Rivaba Jadeja Daughter Birthday) પર સામાજિક સેવાના કર્યો કરીને ઉજવણી કરતા હોય છે. ત્યારે જામનગરનો આ મોટો પરિવારે પણ પોતાની લાડકવાયી દિકરીના જન્મદિવસ અવસર પર સમાજ સેવાને આગળ વધાર્યું છે.
આ પણ વાંચો :ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત
દેશના ઉમદા સ્વપ્ન તરફ - વધુમાં રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના આઠ વર્ષ પુર્ણ થયા છે અને તેમના સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધ (Sukanya Samrudhi account) દેશના ઉમદા સ્વપ્ન અને પ્રેરણાથી આજે દીકરીબાના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગ રૂપે આજે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી નવદંપતી ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેવુસિંહજી ચૌહાણ, સંચાર પ્રધાન (રાજ્ય કક્ષા), ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ નવતર પ્રયાસને ટેકો અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. સમાજ સેવાના આવા ઉમદા કાર્યમાં આપનો આ રીતે જ નિરંતર સાથ અને સહકાર મળતા રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.