જામનગરઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાએ પોતાની આંખોનું દાન કરવાની જાહેરાત કરી છે. રીવાબા જાડેજાએ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રિવાબા જાડેજાએ શનિવારના રોજ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.
જામનગરઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાએ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો - Star all-rounder Ravindra Jadeja
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાએ પોતાની આંખોનું દાન કરવાની જાહેરાત કરી છે. રીવાબા જાડેજાએ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રિવાબા જાડેજાએ શનિવારના રોજ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.
રિવાબા જાડેજાએ પોતાની બન્ને આંખો દાન કરવાનો સંકલ્પ લીધો છે. રિવાબાએ ચક્ષુદાનનો સંકલ્પ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયામાં લોકો રિવાબાના આ નિર્ણયને વધાવી રહ્યા છે અને રવિન્દ્ર જાડેજાએ પણ ઇન્સ્ટાગ્રામમા જન્મદિવસની શુભકામના પાઠવી છે તેમજ રિવાબાના આ નિર્ણયને તેઓએ આવકાર્યો છે.
રિવાબાએ જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમણવાર કરાવી અને જન્મદિવસની ઉજવણી કરી છે. રિવાબાના આ નિર્ણયને સો કોઈ આવકારી રહ્યા છે. આમ તો જન્મ દિવસની ઉજવણી લોકો અલગ અલગ અંદાજમાં કરતા હોય છે, ત્યારે રિવાબાએ પણ અનોખી રીતે જન્મદિવસની ઊજવણી કરી અને આ નિર્ણય કર્યો છે.