ગુજરાત

gujarat

ETV Bharat / city

વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા રિક્ષા બળીને ખાક - Gujarat News

જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલા જલભવન પાસે એક રિક્ષામાં વેલ્ડિંગ કામ કરતી વખતે એકાએક આગ લાગી ગઈ હતી. આગને પગલે રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા રિક્ષા બળીને ખાક
વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા રિક્ષા બળીને ખાક

By

Published : Mar 14, 2021, 2:02 PM IST

  • CNGરિક્ષામાં એકાએક આગ લાગતા લોકોમાં દોડભાગ
  • વેલ્ડિંગના કામ દરમિયાન લાગી હતી આગ
  • આગ લાગતા ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો



જામનગર:શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલા જલભવન પાસે એક રિક્ષામાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન રિક્ષામાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ જામનગર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા આગ પગ કાબ મેળવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:રાજકોટ મહાનગરપાલિકાના મેયર જાહેર થતા ઉજવણી સમયે લાગી આગ


જામનગરમાં આગના બનાવોમાં વધારો

જામનગરમાં આગનાં બનાવો અવાર-નવાર બની રહ્યા છે. ખાસ કરીને જાહેર માર્ગો પર કારમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે. રિક્ષામાં વેલ્ડિંગ કરતી વખતે એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે રિક્ષા સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details