- પેન્શનમાં વધારાનો લાભ આપવા કરી માંગ
- નિવૃત્ત કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું
- નિવૃત્ત કર્મચારીઓને નવા પરિપત્રની કરી હોળી
જામનગર:શહેર જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓએ આજે બુધવારે EPF ઑફિસ ખાતે પરિપત્રની હોળી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે આવેદનપત્ર પાઠવી પેન્શનમા વધારાનો લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:સરકારે ત્રણ મહિના માટે EPF યોગદાનમાં ઘટાડો લાગુ કર્યો
માંગણી નહિ સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી
જામનગરના નિવૃત્ત કર્મચારીઓએ EPF ઑફિસ ખાતે EPF ઑફિસર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જામનગરની GEB, ST વિભાગ, ડેરી ઉદ્યોગ, મહાનગરપાલિકા સહિત જુદા જુદા મોટા ઉદ્યોગોના નિવૃત કર્મચારીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા યુનિટ દ્વારા પેન્શન યોજનામાં જે વધારો આપવામાં આવ્યો છે તે વધારો વહેલી તકે નિવૃત્ત કર્મચારીઓને આપવા, તેમજ EPF દ્વારા જે નવો પરિપત્ર બહાર પડાયો છે તે નુકસાન કારક હોવાથી નિવૃત્ત કર્મચારીઓએ પરિપત્રની હોળી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે, નિવૃત્ત કર્મચારીઓની માંગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જામનગરમાં નિવૃત્ત કર્મચારીઓએ EPF પરિપત્રની હોળી કરી કર્યો વિરોધ આ પણ વાંચો:જામનગરમાં સફાઈ કર્મચારીઓએ DMC ઑફિસ સામે ધરણા યોજ્યા