જામનગર: આજે દેશમાં 73મો ગણતંત્ર દિવસની (Republic Day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં પોલીસ હેડ કોટર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમમાં બ્રિજેશ મેરજાએ પોતાની સ્પીચમાં 72મો ગણતંત્ર દિવસનો ઉલ્લેખ કર્યો હતો.
ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં શ્રમ પ્રધાનની જીભ લપસી
ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા એકાએક પ્રધાન બ્રિજેશ મિરજાની જીભ લપસી હતી અને 73માં ગણતંત્ર દિવસને (73rd Republic Day) બદલે 72માં ગણતંત્ર દિવસનો ઉલ્લેખ પોતાની સ્પીચમાં કર્યો હતો. રાષ્ટ્ર ગાન વખતે પણ બ્રિજેશ મેરજા ભાન ભૂલ્યા હતા અને સલામી આપી હતી.
આ પણ વાંચો:Republic Day 2022 : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાજપથ પર લાઇટ-સાઉન્ડ સાથે ભારતની ગૌરવગાથા, જૂઓ વીડિયો...
જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં બ્રિજેશ મેરજાએ વાટ્યો ભાંગરો
ગણતંત્ર દિવસ (Republic Day 2022) પર અવાર નવાર દેશના વિવિધ પ્રધાનો ભૂલ કરતા હોવાથી સોભાનીય દશામાં મૂકાઈ જતાં હોય છે. આજે બુધવારે શ્રમ પ્રધાને બ્રિજેશ મેરજાએ પણ જામનગર પોલીસ હેડ કોટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાંગરો વાટ્યો હતો.
આ પણ વાંચો:Republic Day 2022: સલમાન ખાને પાઠવી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની શુભેરછા
અનેક અધિકારી, પદાધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
જામનગર ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, DySp જે. એન ચાવડા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા.