- જામનગરમાં રિલાયન્સ દ્વારા કોવિડ સેન્ટરની તડામાર તૈયારીઓ
- રવિવાર સુધીમાં કાર્યરત થઈ જશે નવું કોવિડ હોસ્પિટલ
- 1000 બેડની હોસ્પિટલ થશે કાર્યરત
જામનગર: રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે . જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આ મહામારીના સમયમાં જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં 1000 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ડેન્ટલ કોલેજમાં હાલ 402ની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કાર્ય રિલાયન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જામનગરમાં સોમવાર સુધીમાં રીલાયન્સની કોવિડ હોસ્પિટલ થશે કાર્યરત 24 કલાક ચાલી રહી છે કામગીરીરિલાયન્સના સિનિયર મેનેજર રાજેશકુમાર સિંઘના જણાવ્યા અનુસાર 150 જેટલા કાર્યકરોની મદદથી હાલ ઇલેક્ટ્રિશિયન તેમજ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમ જ ઓક્સિજનનું કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જામનગરમાં સોમવાર સુધીમાં રીલાયન્સની કોવિડ હોસ્પિટલ થશે કાર્યરત આ પણ વાંચો : જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ, 7 ખાનગી હોસ્પિટલો ખુલ્લી મૂકાઈ
રવિવારે ડેન્ટલ કોલેજમાં તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અંકુર હોસ્પિટલમાં રિલાયન્સ દ્વારા ઓક્સિજનનો જથ્થો આપવામાં આવશે. કેટલીક હોસ્પિટલમાં સંપૂર્ણ સ્ટાફ પણ રિલાયન્સ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યો છે. ઘણી હોસ્પિટલમાં ત્રીજા અને ચોથા માળે કોવિડ હોસ્પિટલની કામગીરી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહીં બેડ તેમજ ઇલેક્ટ્રિશિયનનું કામકાજ ચાલી રહ્યું છે. મેનેજર પ્રતાપસિંહ જણાવી રહ્યા છે કે રિલાયન્સ જે કમિટમેન્ટ કર્યું છે તે કમિટમેન્ટ પૂરું કરવામાં આવશે અને રવિવાર સુધીમાં અને જામનગરની ડેન્ટલ કોલેજમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ જશે.
જામનગરમાં સોમવાર સુધીમાં રીલાયન્સની કોવિડ હોસ્પિટલ થશે કાર્યરત આપેલું વચન પુર્ણ કર્યું
રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી જે પ્રકારની કમિટમેન્ટ કરી હતી તે કમિટમેન્ટ રિલાયન્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યું છે