ગુજરાત

gujarat

ETV Bharat / city

રિલાયન્સ દ્વારા બનાવવામાં આવનારી કોવિડ હોસ્પિટલને આખરી ઓપ - જામનગરમાં નવી કોવિડ હોસ્પિટલ બનશે

દેશ અને રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં જગ્યા પણ મળતી નથી. જેને ધ્યાનમાં રાખીને રિલાયન્સ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલાયન્સ જામનગરમાં કોવિડ હોસ્પિટલ બનાવી રહી છે. જેને હવે આખરી ઓપ બાકી રહ્યો છે.

રિલાયન્સ દ્વારા બનાવવામાં આવનારી કોવિડ હોસ્પિટલને આખરી ઓપ
રિલાયન્સ દ્વારા બનાવવામાં આવનારી કોવિડ હોસ્પિટલને આખરી ઓપ

By

Published : May 3, 2021, 7:08 PM IST

  • સંકટના સમયે રિલાયન્સ બન્યું હાલાર વાસીઓનો સહારો
  • જામનગરમાં રિવલાયન્સ બનાવી રહ્યું હોસ્પિટલ
  • હોસ્પિટલને હવે આખરી ઓપ બાકી

જામનગરઃ સંકટના સમયે જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં 1,000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જામનગર સ્થિત ડેન્ટલ કૉલેજમાં 402 હોસ્પિટલ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ હોસ્પિટલ 1-2 દિવસમાં કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

ડેન્ટલ કૉલેજમાં 400 બેડની કોવિડ હોસ્પિટલને આપાઇ રહ્યો છે આખરી ઓપ

જામનગરમાં આવેલી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સમગ્ર હાલાર પંથકના કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને જામનગરમાં દર્દીઓને ભારે ધસારો હોવાના કારણે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની હતી. આવા કપરા સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તાત્કાલિક જામનગરમાં 1,000 બેડ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવાનું આશ્વાસન આપ્યું હતું.

રિલાયન્સ દ્વારા બનાવવામાં આવનારી કોવિડ હોસ્પિટલને આખરી ઓપ

કોરોનાના વધતા કેસથી યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવી હોસ્પિટલ

રિલાયન્સના કર્મચારીઓ દ્વારા ગત 5 દિવસથી જામનગરની ડેન્ટલ કૉલેજમાં સતત ૨૪ કલાક કામ કરી કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવી રહ્યું છે. રિલાયન્સની કોવિડ હોસ્પિટલ કાર્યરત થતાં જામનગરની ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલ પર કોરોનાના દર્દીઓનો ધસારો ઓછો થશે. અત્યારે રિલાયન્સના 300 જેટલા કર્મચારીઓ દ્વારા ઓક્સિજનથી લઈ લાઈટ ફીટિંગ અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details