ગુજરાત

gujarat

ETV Bharat / city

જામજોધપુર નગરપાલિકાના સભ્યનું જી.જી. હોસ્પિટલમાં મોત, પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર - કોરોના મોત

જામજોધપુરના આંબેડકરનગર રહેતાં 50 વર્ષના વ્યક્તિનું જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિજનોએ હોબાળો કર્યો છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જામજોધપુર નગરપાલિકાના સભ્ય ગોવિંદભાઈ પરમારનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.

જામજોધપુર નગરપાલિકાના સભ્યનું જીજી હોસ્પિટલમાં મોત
જામજોધપુર નગરપાલિકાના સભ્યનું જીજી હોસ્પિટલમાં મોત

By

Published : Sep 5, 2020, 4:57 PM IST

જામનગર: જામજોધપુરના ગોવિદ કરશન પરમાર નામના વ્યક્તિનેું 8 દિવસ પહેલાં અકસ્માત થતાં જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જો કે જી જી હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મૃતક નગરસેવકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે ડૉક્ટરની બેદરકારીથી મોત નીપજ્યું છે. જી જી હોસ્પિટલના ડોકટરોએ મૃતકનું મોત કોરોનાથી થયું હોવાનું જાહેર કરતાં પરિજનોએ વિરોધ કર્યો છે.

જામજોધપુર નગરપાલિકાના સભ્યનું જી જી હોસ્પિટલમાં મોત નિપજતાં લાશ સ્વીકારવાનો પરિજનોનો ઇનકાર
પરિજનોએ મૃતકનો ફરી કોરોના રિપોર્ટ કરવાની માગ કરી છે. જોકે, જી જી હોસ્પિટલમાં મોત નિપજતાં ભારે દેકારો પણ પરિજનોએ મચાવ્યો હતો. મૃતક ગોવિદ પરમારનું ધ્રાફા પાસે એક્ટિવા સ્લીપ થઈ જતાંં એક્સિડન્ટ સર્જાયો હતો. બાદમાં તેમને સારવાર માટે જી જી હોસ્પિટલમાં લવાયાં હતાં. 8 દિવસ પહેલાં જી જી હોસ્પિટલમાં લવાયાં હતાં અને બાદમાં કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો કે જી જી હોસ્પિટલમાં અકસ્માતને કોરોનામાં ખપાવતા પરિજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેથી પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
જામજોધપુર નગરપાલિકાના સભ્યનું જીજી હોસ્પિટલમાં મોત

ABOUT THE AUTHOR

...view details