જામનગરઃ રાજયમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. શિક્ષિત યુવાનો નોકરીનો તલાશમાં ફરી રહ્યાં છે. ત્યારે NSUI દ્વારા બેરોજગાર યુવાને નોકરી મળે તે માટે બેરોજગારીનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરની વિવિધ કોલેજમાં યુવક કોંગ્રેસ અને NSUIમાં જોડાશે અને બેરોજગાર યુવાનોને બેરોજગારી રજીસ્ટરની માંગ કરવા 8151994411 પર મિસ કોલ કરાવવામાં આવશે.
જામનગરમાં NSUI દ્વારા બેરોજગાર યુવાઓનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું - Registration of unemployed news
NSUI દ્વારા બેરોજગાર યુવાઓનું રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમગ્ર ભારતમાં લોન્ચ કરેલા National register of unemployed નામના કાર્યક્રમનું લોન્ચિંગ જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જિલ્લા પંચાયતના સભા ગૃહમાં કરવામાં આવ્યું હતું.
NSUI દ્વારા બેરોજગાર યુવાઓનું રજીસ્ટ્રેશન શરૂ
નેશનલ યુથ કોંગ્રેસે દ્વારા મિસ કોલ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત 23 જાન્યુઆરીથી નવી દિલ્હી ખાતેથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન મંગળવારથી ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. 8151994411 નંબર પર લોકો મિસ કોલ કરીને સમર્થન આપી શકે છે.