- જામનગરમાં આઘાતજનક દુષ્કર્મ સામે આવ્યું
- સગીરા પર 8 ઇસમનું દુષ્કર્મ, 2 મહિલાઓની પણ સંડોવણી
- આરોપીઓના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા થશે
જામનગરઃ કુકર્મની ભોગગ્રસ્ત સગીરાને આઠ માસનો ગર્ભ (Minor gets pregnant after rapes) હોવાનું તબીબી તપાસણી દરમિયાન બહાર આવ્યું છે. આ દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે નામજોગ ઉપરાંત અજ્ઞાત આરોપીઓના કરાયેલા ઉલ્લેખના પગલે આ કુકર્મ આચરનારા તમામ આરોપીઓને (Rape Accused) પકડી પાડવા કવાયત શરૂ કરી છે અને હવે આરોપીઓ પકડાયા બાદ સંભવત ડીએનએ ટેસ્ટ માટે તજવીજ હાથ ધ૨વામાં આવશે. સગીરા પર આઠ – નવ માસના સમયગાળામાં જુદા જુદા વિસ્તારોમાં બે મહિલાની મદદગારી વડે અલગ અલગ સમયે 8 શખ્સોએ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતાં (Rape Case In Jamnagar) ખળભળાટ મચ્યો છે.
સગીરાને 8-9 માસથી બનાવાતી હતી દુષ્કર્મનો શિકાર
દુષ્કર્મનો શિકાર (Rape Case In Jamnagar) સગીરાને આરોપીઓ અલગ અલગ સમયે લાલપુર બાયપાસ , સાધના કોલોની સહિતના અલગ અલગ સ્થળએ લઇ જઇ દુષ્કર્મ આચરતાં હતાં. સગીરાને ગર્ભ રહી જતા (Minor gets pregnant after rapes) આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. પોલીસે ત્વરિત હરકતમાં આવી દુષ્કૃત્ય આચરનારાઓને સકંજામાં લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે . સગીરાની ફરિયાદના આધારે પોલીસે અકરમ સીદીક , સુનીલ ભના , કિશન અને ૩ અજ્ઞાત ઉપરાંત આરોપીઓને સવલતો આપનારી રઝીયાબેન અને લતાબેન પાટીલ (Rape Accused) સહિત 8 સામે ગુનો નોંધ્યો છે. જામનગર પોલીસે અમુક આરોપીઓને દબોચી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ જામનગરમાં યુવતીનું અપહરણ બાદ દુષ્કર્મ કરનાર આરોપીની ધરકપડ
આ પણ વાંચોઃ જામનગર દુષ્કર્મ પીડિતાને ઘરે પહોંચી મહિલા આયોગની ટીમ, પોલીસ પાસે માગ્યો રિપોર્ટ