- જામનગરમાં ભાનુશક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન
- 40 સ્પર્ધકોએ જૂદી-જૂદી થીમ પર બનાવી અદભુત રગોળી
- બેસ્ટ રંગોળી બનાવનારને આપયું ઇનામ
જામનગરમાં ભાનુશક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન, કોરોના થિમની રંગોળી બની આકર્ષક
જામનગરઃ શહેરમાં શનિવારે સવારે 11 વાગ્યે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા સ્પર્ધકોએ જૂદા-જૂદા થીમની આકર્ષક રંગોળી બનાવી હતી. હાલ કોરોનાની મહામારી જોવા ચાલી રહી છે, ત્યારે સ્પર્ધકો વચ્ચે સામાજિક અંતર રહે અને માસ્ક પણ ફરજિયાત પહેરવામાં આવ્યા હતા. તો હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
જામનગરમાં ભાનુશક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન, કોરોના થિમની રંગોળી બની આકર્ષક સ્પર્ધકોએ ટ્રેડિશનલ રંગોળીની સાથે સાથે સાંપ્રત વિષયમાં જેવા કે કોરોના મહામારી, દુષ્કર્મના કેસ, પર્યાવરણ અને દેવી-દેવતાઓની રંગોળી બનાવી હતી. તો મુક સ્પર્ધકોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જે પ્રકારે દેશનો વિકાસ કરી રહ્યા છે, તે દર્શાવતી રંગોળી પણ બનાવી હતી. ભાનુ શક્તિ સહિયર ગ્રુપ દ્વારા જામનગરમાં પ્રથમ વખત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રંગોળી સ્પર્ધાને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને આગામી સમયમાં પણ અવનવા કાર્યક્રમ કરવામાં આવશે તેવું ભાનુ શક્તિ સહિયર ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું.
જામનગરમાં ભાનુશક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન