- જામનગરના બાલા હનુમાન મંદિરમાં 57 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે
- કોરોનાકાળમાં રામ નવમીની સાદગીભર ઉજવણી
- રામ નવમી નિમિતે વધુ ભક્તો એકઠા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું
જામનગર: દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોરોનાકાળમાં બાલા હનુમાન મંદિરમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા.જોકે મંદિર મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:અડવાણીએ યોજેલી રથયાત્રાનો રામદરબાર આજે પણ જેતપુરમાં છે હયાત
57 વર્ષથી ચાલી રહી છે અખંડ રામધૂન