જામનગર: જામનગર શહેરમાં આવેલી જી જી હોસ્પિટલના ICU વિભાગમાં થોડા દિવસો પહેલા ભીષણ આગ લાગી હતી, ત્યારે ભારે દોડધામ મચી હતી. જેમાં જામનગર ફાયર ટીમના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ICUમાં રહેલા પાંચ લોકોના જીવ બચાવ્યા હતાં. જેથી રાજપૂત કરણી સેના દ્વારા ફાયર ટીમનું કરાયું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા છે. જીજી હોસ્પિટલમાં જ્યારે આગ લાગી હતી, ત્યારે ICU વિભાગમાં નવ જેટલા દર્દીઓ દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં હ્રદયરોગના મોટાભાગના દર્દીઓ હતા.
ICU ફાયર ટીમે ભારે જહેમત બાદ તમામા લોકોને બહાર કાઢ્યા હતા. આ ટીમના તમામ કર્મચારીઓએ ટીમ વર્ક કરી અને તમામ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા હતા, ત્યારે જામનગરમાં રાજપૂત કરણી સેના દ્વારા તમામ કર્મચારીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે મહાનગર પાલિકા ફાયર ચીફ ઓફિસર કે કે બિસ્નોઈ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.