ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

જામનગર શહેરમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુભાષ શાકમાર્કેટમાં છેલ્લા 8 દિવસથી શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. મોટાભાગની લીલી શાકભાજીના ભાવમાં વધારો થયો છં. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજીના ભાવમાં કિલોએ રૂપિયા 50થી80 જેટલો વધારો નોંધાયો છે.

સુભાષ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો
સુભાષ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો

By

Published : Oct 30, 2020, 3:24 PM IST

Updated : Oct 30, 2020, 3:47 PM IST

  • જામનગરમાં શાકભાજીના ભાવમાં વધારો
  • કિલોએ રૂપિયા 50થી 80 જેટલો વધારો
  • ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

જામનગરઃ શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના મધ્યમાં આવેલી સુભાષ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં કિલોએ રૂપિયા 50થી 80 જેટલો વધારો નોંધાયો છે. રીંગણા, બટાકા, ટામેટા, ગુવાર, લીલા મરચાના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

સુભાષ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો

શાકભાજીની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

સુભાષ શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં મહિલાઓ શાકભાજી ખરીદવા આવે છે. જો કે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. શાકભાજી વેંચતા વેપારીઓ માસ્ક પણ પહેરતા નથી અને ગ્રાહકો પણ માસ્ક વિના શાકભાજી ખરીદતા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં શાકભાજીના ભાવમાં વધારો

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ વધવાથી સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો

સુભાષ શાકમાર્કેટ શહેરના મધ્યમાં આવેલી માર્કેટ છે, જેના કારણે અહીં શહેરભરમાંથી મહિલાઓ શાકભાજી ખરીદવા આવતી હોય છે. જો કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા અન્ય કોઇ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણે લોકોની ભારે ભીડ થાય છે. એક બાજુ કોરોનાકાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે, તો બીજી બાજુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ વધવાથી સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Last Updated : Oct 30, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details