- જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
- સતત 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા
- શહેરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો
જામનગર : શહેર-જિલ્લામાં વાદળો છવાયા બાદ વરસાદના કારણે માર્ગો જળબંબાકાર થયા હતાં. ગ્રામ્ય પંથકોમાં નદીઓ બે કાઠેં વહેતી થઇ હતી. જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસેલાં તોફાની વરસાદને કારણે માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જામનગર જિલ્લાના જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ? | |
---|---|
સ્થળ | વરસાદ (મી.મી.માં) |
લાખાબાવળ | 28 |
મોટી બાણુગાર | 35 |
ફલ્લા | 35 |
જામવંથલી | 48 |
ધૂતારપૂર | 56 |
અલિયાબાડા | 55 |
દરેડ | 40 |
હડિયાણા | 16 |
બાલંભા | 20 |
પિઠડ | 30 |
લતિપુર | 07 |
જાલિયાદેવાણી | 25 |
લૈયારા | 05 |
નિકાવા | 10 |
ભલસાણ બેરાજા | 80 |
નવાગામ | 30 |
મોટાં પાંચદેવડા | 50 |
સમાણા | 35 |
શેઠવડાળા | 52 |
જામવાડી | 53 |
વાસજાળીયા | 53 |
ધૂનડા | 30 |
ધ્રાફા | 60 |
પરડવા | 58 |
પિપરતોળા | 74 |
પડાણા | 17 |
ભણગોર | 80 |
મોટા ખડબા | 33 |
મોડપર | 77 |
ડબાસંગ | 57 |