જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા છેલ્લા ૧૧ દિવસથી મુકામ કરીને સતત અમીદ્રષ્ટિ વર્ષાવી રહ્યા છે, ત્યારે આજે 11મા દિવસે પણ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના તળાવ દરવાજા રેલ્વે સ્ટેશન રોડ ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
જૂનાગઢના સતત 11મા દિવસે ધોધમાર વરસાદ - માળીયા, માંગરોળ
જૂનાગઢ: જિલ્લામાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જે આજે સતત 11મા દિવસે પણ તેમનું હેત જૂનાગઢ પર વરસાવી રહ્યા છે.
નાગઢના સતત 11મા દિવસે ધોધમાર વરસાદ
જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના માળીયા, માંગરોળ, માણાવદર, વિસાવદર સહિતના તાલુકાઓમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારના આવેલા માણાવદર અને માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવાનો ખતરો પણ ઉભો થયો છે.
ખાસ કરીને માંગરોળ અને માણાવદર તાલુકાના નીચાણવાળા અને નદીના પટની આસપાસના ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ગામના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતાં.