ગુજરાત

gujarat

ETV Bharat / city

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે કાલાવડ અને લાલપુરમાં વરસાદની રમઝટ - gujarat

જામનગર : જિલ્લામાં અસહ્ય બફારા અને ઉકળાટના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મેઘાડંબર વચ્ચે કાલાવડ પંથકમાં 25.મી.મી. વરસાદ થયો હતો. આસપાસના ગામડાઓમાં પણ વરસાદ થયો છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબામાં 57 મી.મી. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે કાલાવડ અને લાલપુરમાં વરસાદી ઇનિંગ શરુ

By

Published : Jun 26, 2019, 12:43 PM IST

લાલપુર તાલુકાના મોટા ખડબા, નાના ખડબા, માધુપુર, વાવડી, મુરીલા, હરિપર, રક્કા, ખટિયા, વલ્લભપુર વિસ્તારમાં 2 થી 3 ઈંચ વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 28 જૂન સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે કાલાવડ અને લાલપુરમાં વરસાદી ઇનિંગ શરુ

ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા જોઈએ તો જાળિયા દેવાણીમાં 24 મી.મી., નિકાવામાં 12 મી.મી., ખરેડીમાં 18 મી.મી,નવાગામમાં 40 મી.મી. અને મોટા ખડબામાં 57 મી.મી. વરસાદ નોંધાયો હતો. સડોદર પંથકમાં આશરે દોઢેક ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ABOUT THE AUTHOR

...view details