ગુજરાત

gujarat

By

Published : May 25, 2021, 8:23 PM IST

ETV Bharat / city

રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું

કોરોનાના વધતા કહેરને કારણે દર્દીઓ માટે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. ત્યારે, રાજકોટ ડિવિઝનના હાપા અને કાનાલુસ સ્ટેશનથી 43 ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં દેશના જરૂરિયાતમંદ રાજ્યોમાં કુલ 4281.72 ટન લીકવીડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું છે. આ તબક્કે, રેલવે કર્મચારીઓએ ઓક્સિજન એક્સપ્રેસની સફર દરમિયાનના પોતાના યાદગાર અનુભવ જણાવ્યા છે.

રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું
રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું

  • પશ્ચિમ રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો રેલવે કર્મચારીઓને ગર્વ
  • કર્મચારીઓએ ટ્રેનને કોઈ પણ વિલંબ વિગર તેના ગંતવ્ય સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું
  • રાજકોટ ડિવિઝનના હાપા અને કાનાલુસ સ્ટેશનથી 43 ઓક્સિજન એક્સપ્રેસ મોકલાઈ

જામનગર: કોરોના મહામારીના કરાણે મેડિકલ ઓક્સિજનની ખુબ જ અછત જોવા મળી રહી છે. ત્યારે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના હાપા સ્ટેશનથી દેશભરમાં વિવિધ રાજ્યોમાં ભારતીય રેલવેના પ્રયાસોને વેગ આપતા લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ના પરિવહન માટે સતત ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનથી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવતા રેલવે કર્મચારીઓએ તેમના યાદગાર અનુભવો વિશે વાત કરી હતી.

રેલવે કર્મચારીઓએ કહ્યો યાદગાર અનુભવ

જામનગરમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, કોરોના સમયગાળા દરમિયાન કટોકટીના સમયે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં શામેલ કોઈપણ સ્ટાફ જ્યારે પણ ફરજ પર હોય ત્યારે તમામ રેલવે કર્મચારીઓનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. આ બધા અક ટીમની જેમ ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. તેમના મતે મોડી રાત્રે પણ જો કોઈ ટેકનિકલ સમસ્યા કે મુશ્કેલી હોય તો ડિવિઝનના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન અને સહકાર આપવામાં આવી રહ્યો છે.

રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું

આ પણ વાંચો:જામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈ

ટિમ વર્કથી અન્ય રાજ્યોમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો

હાપા સ્ટેશનના સ્ટેશન મેનેજર અજય પાલધીકરે જણાવ્યું હતું કે, હાલમાં રેલવે દ્વારા અન્ય પેસેન્જર અને ગુડ્સ ટ્રેનો સાથે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. તેઓ હંમેશાં ખાતરી કરે છે કે, સંબંધિત સ્ટાફ દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું લોડિંગ અને અનલોડિંગ સમયસર પૂર્ણ થાય છે. તેમની પ્રાથમિકતા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન સમયસર થાય અને ટ્રેન કોઈ પણ વિલંબ વિગર તેના ગંતવ્ય સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે.

કોરોનાકાળમાં રેલવે કર્મચારીઓએ નિભાવી ફરજ

હાપામાં કોમર્શિયલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પૂજા ડાંગરે જણાવ્યું હતું કે, રેલવે સતત દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પહોંચાડી રહી છે. જ્યારે, પણ હાપા ગુડ્સ શૅડમાંથી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવે છે. ત્યારે, તેઓ ગુડ્સ શેડમાં હાજર રહે છે અને વાણિજ્ય વિભાગ સાથે સંબંધિત કાર્યો જેવા કે કોમર્શિયલ પ્લેસમેન્ટ, રિલીઝ, રેલવે રસીદો જનરેટ કરવા વગેરેની ખાતરી કરે છે. તેમને આ 24 કલાક ચાલતા કામમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને હાપા ગુડ્સ શેડના સ્ટાફનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. રેલવે ઓક્સિજન એક્સપ્રેસમાં જતા ટ્રક ડ્રાઇવરો અને GRP એસ્કોર્ટિંગ સ્ટાફ માટે ખોરાક પણ પ્રદાન કરી રહી છે. આવશ્યકતા મુજબ, તે રાજ્ય સરકારના વિવિધ અધિકારીઓ સાથે વાતચીત કરે છે અને ખાતરી કરે છે કે કોઈ પણ સંજોગોમાં ઓક્સિજન એક્સપ્રેસ રવાના થવામાં વિલંબ ન થાય. આ ઉપરાંત, દેશહિતમાં ઓક્સિજન પ્રદાન કરવા માટે રેલવેના આ મિશનમાં ભાગ લેતા તેઓ ખૂબ ગર્વ અને ખુશી અનુભવે છે.

આ પણ વાંચો:ગુજરાતથી મોકલાયેલી 'ઓક્સિજન એક્સપ્રેસ' મુંબઈના કલમ્બોલી રેલવે સ્ટેશન પહોંચી

અત્યાર સુધીમાં હાપાથી કુલ 4281.72 ટન ઓક્સિજનનું પરિવહન

કેરેજ અને વેગન ડેપો હાપામાં યાંત્રિક વિભાગમાં કાર્યરત સિનિયર સેક્શન એન્જિનિયર આર એસ ચંદેલએ જણાવ્યું હતું કે, ઓક્સિજન એક્સપ્રેસનું સરળ પરિવહન તેમની પ્રાથમિકતા છે. હાપાનો સ્ટાફ 24 કલાક મેન્ટનેન્સ માટે તૈયાર રહે છે. તેઓ અને તેમના સાથી સ્ટાફ, જેમ કે હેલ્પર અને ટેકનિશિયનને ઓક્સિજન એક્સપ્રેસના ટેન્કરમાં માપ, પેકિંગ અને લેસિંગનું કાર્ય યોગ્ય રીતે કરતા હંમેશા એવી જ લાગણી હોય છે કે, તેઓ રેલવે દ્વારા કરવામાં આવી રહેલી આ માનવ સેવાના કામમાં કોઈ ઉણપ રાખવા માંગતા નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડિવિઝનના હાપા અને કાનાલુસ સ્ટેશનથી 43 ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં દેશના જરૂરિયાતમંદ રાજ્યોમાં કુલ 4281.72 ટન લીકવીડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details