ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો - Western Railway

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્ય સરકારે કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ત્યારે જામનગરમાં ગાઈડલાઈનનો ભંગકરનારા સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જામનગર રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે.

જામનગરમાં રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો
જામનગરમાં રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો

By

Published : Apr 29, 2021, 5:24 PM IST

  • રેલવે સ્ટેશન પર RPFનું સઘન ચેકીંગ
  • 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો
  • આગામી સમયમાં પણ આ ઝુંબેશ કડક રીતે ચાલુ રાખવામાં આવશે

જામનગરઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાના ભાગ રૂપે વિવિધ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં દરેક લોકોએ માસ્ક ફરજિયાત પહેરવુ તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ ઓટો રીક્ષાઓમાં બે થીવધુ પેસેન્જરો નહી બેસાડવા. રાજય બહારથી આવતા પ્રવાસીઓએ 72 કલાક દરમિયાન RT-PCR ટેસ્ટ કરાવ્યો હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેવા પ્રવાસીઓને જ ગુજરાત રાજયમાં પ્રવેશ આપવો જેવા નિયંત્રણો લગાવ્યા છે. જેના સંદર્ભે સ્થાનિક કલેકટર કચેરી દ્વારા અલગ-અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

જામનગરમાં રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો

આ પણ વાંચોઃ જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ

માસ્ક વગર ફરતા કુલ 38 લોકો પાસેથી રૂપિયા 38000 દંડ વસૂલ કરવામાં આવ્યો

રેલવે હદ વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા પી.પી. પીરોજીયા વિભાગીય પોલીસ અધિકારી વેસ્ટર્ન રેલવે રાજકોટના માર્ગદર્શન હેઠળ જામનગર રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જામનગર રેલવે પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જામનગર, હાપા, પોરબંદર, ખંભાળીયા, દ્વારકા, ઓખા રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત જાહેરનામાની અમલવારી કરતા છેલ્લા 10 દિવસમાં ઉપરોક્ત જાહેરનામાં ભંગ બદલ કુલ 74 લોકોની અટકાયત કરી તેઓના વિરૂદ્ધમાં IPC 188 તથા એપેડેમિક એકટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ વગેરે કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ માસ્ક વગર ફરતા કુલ 38 લોકો પાસેથી રૂપિયા 38000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ આ ઝુંબેશ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.

જામનગરમાં રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો

આ પણ વાંચોઃ રિયાલિટી ચેક - જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

નાગરિકોને કરાઈ ખાસ અપીલ

કોરોના સંક્રમણને ધ્યાને રાખી લોકો માસ્ક અવશ્ય પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવી જેનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ ગુજરાત રાજયમાં પ્રવેશ કરવો અને સરકારની ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details