- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં બનેલી પાઘડી પહેરી કર્યું ધ્વજવંદન
- જામનગરના ફોક આર્ટિસ્ટ વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે આ પાઘડી
- ETV BHARATએ કરી ફોક આર્ટિસ્ટ વિક્રમસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત
જામનગર : શહેરમાં રહેતા વિક્રમસિંહ જાડેજા ગત 50 વર્ષથી અલગ અલગ પ્રકારની પાઘડીઓ બનાવે છે. જામનગરના રાજવી જામ શત્રુશલ્યજીએ ખાસ ગણતંત્ર દિવસ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાઘડી પહેરે તે માટે વિક્રમસિંહને ઓર્ડર આપ્યો હતો. વિક્રમસિંહે હાલારી પાઘડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી હતી. જે પાઘડી પહેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ પર ધ્વજવંદન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં બનેલી પાઘડી પહેેરીને કર્યું ધ્વજવંદન જામનગરનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજ્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલારી પાઘડી પહેરી ધ્વજવંદન કર્યું હતું. આ હાલારી પાઘડી જામનગરમાં બનાવવામાં આવી છે. જે જામનગર માટે ગૌરવની વાત છે, તેમજ ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે અને જામનગરનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી હાલારી પાઘડીની શું છે ખાસિયત?
જામનગરના ફોક આર્ટિસ્ટ વિક્રમસિંહ જાડેજા ગત ઘણા વર્ષોથી પાઘડીઓ બનાવી રહ્યા છે. તેમની પાઘડીઓની દેશ-વિદેશમાં પણ એવડી મોટી માગ છે. આ પાઘડી ખાસ ગણતંત્ર દિવસ માટે બનાવવામાં આવી છે. આ પાઘડી બાંધણીથી બનાવવામાં આવે છે. નવ મીટર જેટલી લંબાઈ છે અને પાઘડીમાં નાના નાના ટપકા પણ રાખવામાં આવ્યા છે.
ફોક આર્ટિસ્ટ વિક્રમસિંહ જાડેજાએ બનાવેલી પાઘડી પાઘડી અને પહેરવેશ પરથી પહેલા લોકોની ઓળખ થતી હતી
જામનગરના કવિ પિંગળશી ગઢવીએ પાઘડી પર એક કવિતા લખી છે. જેમાં પાઘડીના જુદા જુદા પ્રકારો અને કઈ જ્ઞાતિ કેવી પાઘડી પહેરે છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિક્રમસિંહ જાડેજાના નામે છે અનેક રેકોર્ડ
જામનગરના રાજવી શત્રુશલ્યજીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગણતંત્ર દિવસ નિમિત્તે ખાસ પાઘડી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર જામનગરમાં રહેતા વિક્રમસિંહ જાડેજાને આપ્યો હતો. વિક્રમસિંહ જાડેજા વર્ષોથી પાઘડીઓ બનાવે છે. અત્યાર સુધીમાં 25 હજારથી વધુ પાઘડીઓ વિક્રમસિંહ બનાવી છે.