ગુજરાત

gujarat

ETV Bharat / city

President at Jamnagar Update: દેશની ત્રણેય સેના માટે જામનગર મહત્વનું સ્થળઃ રાષ્ટ્રપતિ - President Ramnath Kovind in INS Valsura Program

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગર (President at Jamnagar) પહોંચ્યા છે. અહીં તેઓ INS Valsuraને 'પ્રેસિડન્ટ કલર' અર્પણ કરવાના કાર્યક્રમમાં (President Ramnath Kovind in INS Valsura Program) ઉપસ્થિત રહ્યા હતા.

President at Jamnagar: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ INS Valsuraને 'પ્રેસિડન્ટ કલર' અર્પણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત
President at Jamnagar: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ INS Valsuraને 'પ્રેસિડન્ટ કલર' અર્પણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત

By

Published : Mar 25, 2022, 10:13 AM IST

Updated : Mar 25, 2022, 11:06 AM IST

જામનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે (President at Jamnagar) જામનગરના મહેમાન બન્યા હતા. અહીં તેઓ INS Valsuraને 'પ્રેસિડન્ટ કલર' અર્પણ કરવાના કાર્યક્રમમાં (President Ramnath Kovind in INS Valsura Program) ઉપસ્થિત રહ્યા હતા. અહીં 150 જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે પરેડ રજૂ કરી હતી.

જામનગરમાં રાષ્ટ્રપતિનું સ્વાગત

આ પણ વાંચો-President Addresses Gujarat Assembly: રાષ્ટ્રપતિના ગુજરાત વિધાનસભાના સંબોધન પર પૂર્વ CM રૂપાણી સહિતના નેતાઓએ આપી પ્રતિક્રિયા

રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન -રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધનમાં જણાવ્યું હતું કે, INS Valsuraને પ્રેસિડેન્ટ કલર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન. INS વાલસુરાનો એક વિશાળ ઈતિહાસ છે. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણેય ભારતીય સેના માટે જામનગર મહત્વનું સ્થળ છે. એટલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું મારું સૌભાગ્ય છે.

જામનગરમાં રાષ્ટ્રપતિનું સ્વાગત

શા માટે અપાય છે આ એવોર્ડ -પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેને 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

જામનગરમાં રાષ્ટ્રપતિનું સ્વાગત

આ પણ વાંચો-President Address Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ ઉમાશંકર જોશીની પંક્તિ ગુજરાતીમાં બોલ્યા

શું છે INS વાલસુરા - વર્ષ 1942માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

Last Updated : Mar 25, 2022, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details