ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ચિંતાજનક વધારો થયો

જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે. જામનગરમાં સતત ત્રીજા દિવસે કોરોનાની ડબલ સેન્ચ્યુરી જોવા મળી છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં 21 દર્દીઓના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 123 કેસ તથા ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.

By

Published : Apr 11, 2021, 12:18 PM IST

ગુરૂ ગોબિંદ સરકારી હોસ્પિટલ
ગુરૂ ગોબિંદ સરકારી હોસ્પિટલ

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
  • 24 કલાક દરમિયાન રેકોર્ડ બ્રેક 4,541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • જામનગર શહેરમાં 2,64,860 સેમ્પલનું પરીક્ષણ થયું

જામનગર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. રાજયમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે સાંજના પુરા થતા 24 કલાક દરમિયાન રેકોર્ડ બ્રેક 4,541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે સરકારી ચોપડે 42 વ્યકિતઓના મોત જાહેર થયા છે. રાજ્યની સાથે-સાથે જામનગર શહેર-જિલ્લામાં પણ પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

આ પણ વાંચો : જામનગરમાં 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 5ના મોત

જામનગર સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કફર્યૂ લગાડવામાં આવ્યું

કોરોના સંક્રમણ અટકાવવા માટે જામનગર સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કફર્યૂ લગાડવામાં આવ્યું છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 21 દર્દીઓના મોત થયા છે. જામનગર શહેરમાં 123 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જયારે 54 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને આજ દિવસ સુધીમાં 22 વ્યકિતઓના મોત થયા છે અને જામનગર શહેરમાં 2,64,860 સેમ્પલનું પરીક્ષણ થયું છે.

આ પણ વાંચો : જામનગરમાં કોરોના પોઝિટિવ કેસની ડબલ સેન્ચ્યુરી પૂર્ણ, ગતરાત્રે નોંધાયા વધુ 8 કેસ


98 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

જામનગર ગ્રામ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 98 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે 90 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 15 વ્યકિતઓના મોત સરકારી ચોપડે નોંધાયા છે. અત્યારસુધીમાં જામનગર ગ્રામ્યમાં 2,12,391 સેમ્પલનું પરીક્ષણ થયું છે.

ABOUT THE AUTHOR

...view details