- રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી
- જામનગરમાં મતદાનને લઈ તડામાર તૈયારી શરૂ
- 3000 કર્મચારી ફરજ પર હાજર
જામનગરમાં ચૂંટણીની તૈયારી શરૂ
જામનગરઃ શહેરના ઓશવાળ સેન્ટર સહિત 4 ઝોનમાં EVM ડિસ્પેચ કરવાની કામગીરી જિલ્લા કલેક્ટર રવિ શંકરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 64 બેઠકો માટે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે, ત્યારે આવતીકાલે રવિવારે સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
સંવેદનશીલ મતદાન મથક પર બાજનજર
આવતીકાલે રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જામનગર શહેરમાં 645 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેના માટે 3000 કર્મચારીને ખડેપગે રાખવામાં આવ્યા છે. આ સાથે જ સંવેદનશીલ મતદાન મથક પર બાજનજર રાખવામાં આવી રહી છે.
કલેક્ટરે મુલાકાત લીધી
આવતીકાલે રવિવારના મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે તંત્ર દ્વારા EVM રવાના કરવા સહિતની કાર્યવાહીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેની કલેક્ટર એસ.રવિ શંકરે પણ મુલાકાત લીધી હતી.