ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે પોલીસ-પબ્લિક વચ્ચે અથડામણ - fight between police and public

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે પોલીસ દ્વારા આડેધડ મુકવામાં આવેલા વાહનો ટોઇંગ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન એક વાહન માલિક અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા.

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે પોલીસ-પબ્લિક વચ્ચે અથડામણ
જામનગરમાં સજુબા સ્કૂલ પાસે પોલીસ-પબ્લિક વચ્ચે અથડામણ

By

Published : Apr 9, 2021, 3:19 PM IST

  • જામનગરમાં સજુબા સ્કુલ પાસે પોલીસ પબ્લિક વચ્ચે ઝપાઝપી
  • વાહન ટોઇંગ કરતા મામલો બીચકયો
  • પોલીસ અને વાહન માલિકે એકબીજાના કથલા ઝાલી લીધા

જામનગર: ટોઇંગ શાખા દ્વારા દિવસ દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અને જે વાહનો ગેરકાયદેસર રીતે આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યા હોય છે તે વાહનોને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે.

આ પણ વાંચો:ચિત્રકુટમાં પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ

યુવકની પત્ની વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો

આજે શુક્રવારે સવારે જામનગરનીસજુબા સ્કૂલ પાસે એક સ્કૂટર ચાલકનું સ્કૂટર પોલીસે ટોઇંગ કરતાં મામલો બિચકયો હતો અને પોલીસ તથા વાહન માલિક વચ્ચે ઝપાઝપી થઇ હતી. યુવકની પત્ની પણ વચ્ચે પડી હતી અને સમગ્ર મામલો થાળે પાડયો હતો.

આ પણ વાંચો:દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, 1 નક્સલી ઠાર

શું કહી રહ્યા છે પોલીસકર્મી?

પોલીસકર્મીએ જણાવ્યું હતું કે,આજે શુક્રવારે સવારે અમે લોકો સજુબા સ્કૂલ પાસે જ્યાં-ત્યાં પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ભાઈનું સ્કૂટર પણ ટોઇંગ કર્યું હતું. પણ એ ભાઈ બેફામ વાણી વિલાસ કરવા લાગ્યા હતા અને દંડ ભરવાની ના પાડી ફરજમાં અડચણરૂપ બન્યા હતા. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને હાથાપાઈ પર પણ ઉતરી આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details