ગુજરાત

gujarat

ETV Bharat / city

કૃષિપ્રધાનના રાઘવજી પટેલના બંગલે એકાએક પોલીસ પહેરો શા માટે ગોઠવવો પડ્યો - જામનગરમાં ખેડૂત આંદોલનના પગલે વિરોધની શક્યતા

પ્રધાન પદની સુખસાહ્યબીમાં મહાલતાં નેતાઓ પ્રજાના વિરોધનો અણસાર મળે તો લોખંડી સુરક્ષા બંદોબસ્તમાં આવી જાય છે તે જોવા મળ્યું હતું.કૃષિપ્રધાન રાધવજી પટેલના ધ્રોલમાં ( Agriculture Minister Raghavji Patel ) આવેલા બંગલા પર એકાએક પોલીસ બંદોબસ્ત મૂકાઈ ( Police deployment at Raghavji Patel house in Dhrol ) ગયો છે. ખેડૂત આંદોલનના પગલે ( Protest likely due to Farmer Agitation in Jamnagar ) આ બંદોબસ્ત ગોઠવાયો છે.

કૃષિપ્રધાનના રાઘવજી પટેલના બંગલે એકાએક પોલીસ પહેરો શા માટે ગોઠવવો પડ્યો
કૃષિપ્રધાનના રાઘવજી પટેલના બંગલે એકાએક પોલીસ પહેરો શા માટે ગોઠવવો પડ્યો

By

Published : Sep 7, 2022, 5:13 PM IST

જામનગર કૃષિપ્રધાન રાઘવજી પટેલના ( Agriculture Minister Raghavji Patel ) બંગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાઘવજી પટેલના ધ્રોલમાં આવેલા બંગલા પર ( Police deployment at Raghavji Patel house in Dhrol )અચાનક પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ ગયેલો જોવા મળતાં લોકોમાં પહેલાં તો કૂતુહલ ફેલાયું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે રાઘવજી પટેલના ઘેર વિરોધ કાર્યક્રમ ન થાય તે માટે આ પ્રકારનો બંદોબરસ્ત ગોઠવાયો છે. ખેડૂતોના આંંદોલનના પગલે ( Protest likely due to Farmer Agitation in Jamnagar ) પોલીસ કાફલો રાઘવજી પટેલને સુરક્ષા આપી રહ્યો છે.

અનિચ્છનીય ઘટના ટાળવા મૂકાયો બંદોબસ્ત આજે ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલના ધ્રોલ ખાતેના નિવાસસ્થાન પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કૃષિપ્રધાનનો વિરોધ થાય તેવી શક્યતા ખેડૂત આંદોલનમાં ખેડૂતો પોતાની વિવિધ પડતર માગણીઓ લઈને વિરોધ પ્રદર્શન ( Protest likely due to Farmer Agitation in Jamnagar ) કરી રહ્યા છે ત્યારે ખેડૂતો કૃષિપ્રધાન રાઘવજી પટેલનો ( Agriculture Minister Raghavji Patel ) પણ વિરોધ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details