- જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો
- વડાપ્રધાન મોદી દ્વારા ઇ-લોકાર્પણ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત પણ હાજર
જામનગર: શહેરની આયુર્વેદિક યુનિવર્સિટીને શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તેથી લોકાર્પણ થયા બાદ તેને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા છે.
વડાપ્રદાન મોદી દ્વારા ઇ-લોકાર્પણ
જામનગર એરપોર્ટ પર તમામ નેતાઓનું આગમન થયું છે અને એરપોર્ટથી સીધા આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા છે. ઇ- લોકાર્પણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપશે.
ITRA નું વડા પ્રધાનના હસ્તે થશે લોકાર્પણ શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનશે
તબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓનો આકાર આપી શકાશે. આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવી શકાશે. આયુર્વેદ ક્ષેત્રે નવી શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિ તૈયાર કરવામાં સરળતા રહેશે તો આ સાથે અભ્યાસ અને સંશોધન પ્રક્રિયાને વધુ ઉંડાણપૂર્વક વેગવંતી બનાવવામાં આવશે. આ શક્યતા વર્તમાન સરકાર દ્વારા તૈયાર કરેલા નવી શિક્ષણ નીતિ અને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે.