ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi Visit Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા, ક્યારે અને શા માટે આવશે તે જાણો - ITRA

આગામી 24 એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે (PM Modi Visit Jamnagar)તેવી શક્યતા છે.જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની (WHO Global Center for Traditional Medicine) સ્થાપના કરાશે.જેને લઇને પીએમ જામનગર આવે તેવી સંભાવના છે.

PM Modi Visit Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા, ક્યારે અને શા માટે આવશે તે જાણો
PM Modi Visit Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા, ક્યારે અને શા માટે આવશે તે જાણો

By

Published : Mar 26, 2022, 1:22 PM IST

Updated : Mar 26, 2022, 3:51 PM IST

જામનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ( (WHO Global Center for Traditional Medicine) સ્થાપના માટે આપેલી મંજૂરી માટે વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનમંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આગામી 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન મોદી જામનગર મુલાકાતે આવે ((PM Modi Visit Jamnagar))તેવી શક્યતા છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણી (Gujarat Assembly Election 2022)પહેલાં દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે.

WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન- ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ જામનગરના ins વાલસુરાની મુલાકાત લઇ ચુકયા છે ત્યારે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત આવી રહ્યા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ( (WHO Global Center for Traditional Medicine) સ્થાપના કરાશે જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે.

આ પણ વાંચોઃ PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં
આયુષ પ્રણાલીઓને સ્થાન -જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર ( (WHO Global Center for Traditional Medicine) સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે. એટલું જ નહીં, WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.

આ પણ વાંચોઃ PM Modi In Khel Mahakumbh 2022: PM મોદીએ કહ્યું આગામી ઓલિમ્પિકના ખેલાડીઓ ખેલ મહાકુંભમાંથી જ નીકળશે

આ પહેલાં 2020માં આવ્યાં હતાં પીએમ મોદી- વડાપ્રધાને આ અગાઉ 13મી નવેમ્બર 2020 એ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે એક ભેટ આપી હતી. હવે આ WHO GCTM ની વધુ એક નવતર ભેટ (PM Modi Visit Jamnagar) દ્વારા વડાપ્રધાને જનઆરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાની નવી દિશા ખોલી આપી છે.

Last Updated : Mar 26, 2022, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details