જામનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં (PM Modi In Jamnagar) ગ્લોબલ સેન્ટરનું ભૂમિ પૂજન કરવા માટે આવ્યા છે. બપોરનું ભોજન તેઓએ સર્કિટ હાઉસ (circuit house jamnagar)માં લીધું હતું. તેમની સાથે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani In Jamnagar) અને તેમના પુત્ર આકાશ અંબાણી હાજર રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસમાં ભોજન કર્યા બાદ ગોરધનપર રવાના થયા હતા.
નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસમાં ભોજન કર્યા બાદ ગોરધનપર રવાના થયા હતા. 19 દેશોના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા-Etvના કેમેરામાં અભિવાદન કરતા વડાપ્રધાન જોવા મળી રહ્યા છે. PM મોદી સર્કિટ હાઉસથી નીકળ્યા બાદ અભિવાદન કરતા જોવા મળ્યા હતા. આ Exclusive દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરધનપરમાં ગ્લોબલ સેન્ટર (global center gordhanpar)નું ભૂમિ પૂજન કરશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન પણ હાજર રહ્યા છે અને 19 દેશોના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા છે. જામનગર માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો (PM Modi Roadshow In Jamnagar)માં પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પણ વાંચો:Pm Modi Gujarat Visits Live Update: જામનગરમાં PM મોદીનું આગમન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ PM સાથે કરી મુલાકાત
એરફોર્સના હેલિકોપ્ટરમાં જામનગર પહોંચ્યા-PM મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં જામનગર પહોંચ્યા હતા. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, સાંસદ પૂનમ માડમ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનને મળવા દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચો:PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે
બનાસ ડેરીમાં 4 પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું-આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે બનાસકાંઠા (PM Modi In Banaskantha)ના સણાદરમાં બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું (sanadar banas dairy plant) ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ અહીં વડાપ્રધાને મહિલા પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પહેલા વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટ (gobar gas plant banas dairy)નું નિરીક્ષણ કર્યું હતું. PM મોદીએ ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને બનાસ ડેરીના પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, બાયો CNG સ્ટેશન અને પશુપાલકો માટે સેટ કરાયેલા રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.