ગુજરાત

gujarat

ETV Bharat / city

Piroton Island Restart: જામનગરમાં 4 વર્ષ બાદ પર્યટકો માટે ખૂલ્યો પિરોટન ટાપુ, અહીંનો અદભૂત નજારો જોયો કે નહીં...

જામનગરમાં ચાર વર્ષના લાંબા સમય બાદ પિરોટન ટાપુ (Piroton Island Restart) પ્રવાસીઓ માટે ખૂલ્લો (Piroton Island Reopened for Tourists) મૂકવામાં આવ્યો છે. આ ટાપુ પર ડૂબકી માર્યા વગર દરિયાઈ સૃષ્ટિ નજીકથી જોવાનો લ્હાવો મળી શકે છે. તો આ ટાપુનું નામ પિરોટન કઈ રીતે પડ્યું અને તેની શું વિશેષતા (Piroton's specialty) છે જાણો.

Piroton Island Restart: જામનગરમાં 4 વર્ષ બાદ પર્યટકો માટે ખૂલ્યો પિરોટન ટાપુ, અહીંનો અદભૂત નજારો જોયો કે નહીં...
Piroton Island Restart: જામનગરમાં 4 વર્ષ બાદ પર્યટકો માટે ખૂલ્યો પિરોટન ટાપુ, અહીંનો અદભૂત નજારો જોયો કે નહીં...

By

Published : Feb 9, 2022, 10:53 AM IST

જામનગરઃ જામનગરમાં જોવાલાયક અનેક સ્થળો છે. ત્યારે અહીંનો પિરોટન ટાપુ છેલ્લા 4 વર્ષથી પ્રવાસીઓ (Piroton Island Restart) માટે બંધ હતો, જે હવે પ્રવાસીઓ માટે ફરી ખૂલ્લો (Piroton Island Reopened for Tourists) મૂકવામાં આવ્યો છે. પિરોટન ટાપુ પર તમે ડૂબકી માર્યા વગર દરિયાઈ સૃષ્ટી નજીકથી જોવાનો લ્હાવો મળી શકે છે. એટલું જ નહીં વિશ્વમાં પિરોટન ટાપુ (Piroton Island Restart) એક માત્ર એવી જગ્યા છે. જ્યાં પરવાળાની શ્રૃંખલા ડૂબકી માર્યા વગર પગેથી ચાલીને જોઇ શકાય છે.

જામનગર પક્ષી અભ્યારણથી લઈ દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટે જાણીતું છે

જામનગર પક્ષી અભ્યારણથી લઈ દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટે જાણીતું છે

પક્ષી અભ્યારણથી લઈને દરિયાઈ જીવસૃષ્ટિ જોવા જામનગર જાણીતું છે. અહીં 4 વર્ષના લાંબા સમય બાદ પિરોટન ટાપુ પ્રવાસીઓ માટે ખૂલ્લો (Piroton Island Reopened for Tourists) મૂકવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ ટાપુ ખૂબ જ જુનો હોવાથી પૂરાતન નામ પરથી આ ટાપુનું નામ પિરોટન (Piroton's specialty) પડ્યું છે.

પ્રવાસીઓએ પ્રાથમિક જરૂરી વસ્તુ સાથે લઇને આવવી

પિરોટન પર શું શું જોવા મળી શકે?

દરિયાઇ અજાયબીઓથી ભરપૂર આ ટાપુ પર પ્રવાસીઓને ક્રિકની બંને બાજુ ચેરના ગાઢ જંગલો જોવા મળશે. જો પ્રવાસીઓ ભાગ્યશાળી હોય તો બોટ સાથે રેસ લગાવતી રમતિયાળ ડોલ્ફિન પણ જોવા મળી શકે છે. આ સિવાય 108 જાતની બદામી લીલા તથા લાલ રંગની દરિયાઇ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઈ વાદળીઓ, 37થી વધુ પ્રકારના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળાઓ, 27 જાનના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 જાતની નયનરમ્ય માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઇ કાચબાઓ, 3 જાતના દરિયાઇ સાપ, 94થી વધુ જાતના પાણીના પક્ષીઓ. 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ 3 પ્રકારના સસ્તન પ્રાણીઓ.

પ્રવાસીઓએ પ્રાથમિક જરૂરી વસ્તુ સાથે લઇને આવવી

આ પણ વાંચોઃગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર

કેવી રીતે પહોંચશો આ ટાપુ પર?

ભારતમાં જે 4 પરવાળાની શ્રૃંખલાઓનો વિસ્તાર આવેલો છે. તે પૈકી એક પરવાળાની શ્રૃંખલા ગુજરાતના કચ્છના અખાતમાં આવેલી છે. આમાં જામનગરમાં આવેલો પિરોટન ટાપુ (Piroton's specialty) કચ્છના અખાતમાં આવેલા 42 ટાપુ પૈકીનો એક ટાપુ છે. ટાપુનો કુલ વિસ્તાર 1111.60 હેક્ટર ઓટના સમયે હોય છે અને ભરતી સમયે 300.54 હેક્ટર વિસ્તાર ખૂલ્લો રહે છે.

પ્રવાસીઓએ પ્રાથમિક જરૂરી વસ્તુ સાથે લઇને આવવી

આ પણ વાંચોઃહવે ચંદ્રના પ્રકાશમાં તાજમહાલનો નજારો માણી શકાશે, જાણો કેમ...

આ રીતે પહોંચી શકશો ટાપુ પર

આ ટાપુ બેડી બંદરથી અંદાજે 22 નોટિકલ માઈલ દૂર આવેલા છે. આ ટાપુની મુલાકાતે જવા જામનગરમાં આવેલી વન સંરક્ષકની મંજૂરી લેવી જરૂરી છે. સિક્કા, રોઝિબંદર, નવાબંદર, બેડી બંદરતી યાંત્રિક બોડ દ્વારા પિરોટન ટાપુ (Piroton Island Reopened for Tourists) પર જઈ શકાય છે. પરંતુ બેડીબંદર અથવા નવાબંદરથી પિરોટન (Piroton's specialty) જવા માટે જળમાર્ગ વધુ સુગમ રહે છે. અહીં જવા માટે તિથિ મુજબ પાંચમથી દસમ સુધીનો સમય વધુ અનુકુળ રહે છે.

પ્રવાસીઓએ પ્રાથમિક જરૂરી વસ્તુ સાથે લઇને આવવી

યાંત્રિક બોટમાં અંદાજે સારા હવામાન મુજબ, દોઢ કલાક જેવો સમય પિરોટન પહોંચવામાં લાગે છે. આ ટાપુ નૈસર્ગિક અવસ્થામાં જ છે. આથી ત્યાં કોઇ ભૌતિક સુવિધાઓ વિક્સાવવામાં આવી નથી. એટલે દરેક પ્રવાસીએ પીવાના પાણીથી લઈને તમામ પ્રાથમિક વસ્તુઓ સાથે લઈ જવી પડશે. પિરોટન ટાપુ સુધી જવા-આવવા માટે પ્રવાસીએ સ્વખર્ચે ખાનગી બોટ ભાડે મેળવવાની રહેશે. ટાપુની મુલાકાત જવા માટે પ્રવાસીએ સરકારે નિયત કરેલી ફી ભરવાની રહે છે.

પખવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ પ્રવેશને મંજૂરી

અત્યારે પ્રાથમિક તબક્કે વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત 3 જ દિવસ કેટલીક શરતો સાથે ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

પિરોટન ટાપુ પર આટલી વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે

આ ટાપુ પર મુલાકાત અર્થે આવતા પ્રવાસીઓએ હન્ટર શૂઝ, ટોર્ચ, પુરુષો માટે હાફ પેન્ટ, સ્ત્રીઓ માટે પંજાબી ડ્રેસ અનુકુળતા માટે સાથે લઈ જવા. આ ટાપુ હરવા-ફરવા માટેનું સ્થળ નથી, પરંતુ અભ્યાસ ક્ષેત્ર છે. એટલે તે મુજબ જ અહીં વર્તન કરવાનું રહેશે. બોટમાં જતા પહેલા અગાઉથી જ બોટમેન પાસેથી ભરતીનો સમય જાણી લેવો. દરિયાઇ જીવસૃષ્ટિ જોવા માટે 12 કલાક જેટલું રોકાણ કરવું પડે છે માટે તે મુજબ તૈયારી કરીને આવવું. ટાપુ પર ટેપ કે અન્ય અવાજ કરે તેવા ઉપકરણો લઇ જવા નહીં.

છેલ્લા ચાર દિવસમાં 195 પ્રવાસીઓએ લીધી મુલાકાત

પિરોટન ટાપુનો નજારો માણવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે ખાસ કરીને જામનગર તેમજ હાલાર પંથકના પ્રવાસીઓ મોટી સંખ્યામાં પિરોટન ટાપુ જોવા (Piroton Island Reopened for Tourists) માટે જતા હોય છે જોકે, 4 વર્ષ (Piroton Island Reopened for Tourists) બાદ પિરોટન ટાપુ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા હવે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસમાં 195 જેટલા પ્રવાસીઓએ પિરોટન ટાપુની (Piroton's specialty) મુલાકાત (Piroton Island visit) લીધી છે.

ABOUT THE AUTHOR

...view details