ગુજરાત

gujarat

ETV Bharat / city

'ફાની'માં ફસાયેલા 120 યાત્રીઓ 2 બસ મારફતે પરત ફર્યા, ફુલહાર કરી સ્વાગત કરાયું - gujarat

જામનગરઃ જિલ્લામાંથી જગન્નાથપુરીની જાત્રાએ ગયેલા 450 લોકો પુરીમાં વાવાઝોડાને કારણે ભુવનેશ્વર ખાતે ફસાયા હતાં. બાદ પ્રશાસનની મદદ વડે રાયપુરથી ગુજરાત આવવા રવાના થયા બાદ 120 લોકો બે બસ મારફતે જામનગર આવી પહોંચ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : May 8, 2019, 12:14 PM IST

વાવાઝોડાના કારણે રેલ સેવા અને અન્ય તમામ સેવાઓ ઠપ થઈ ગયા બાદ જામનગરના 450 યાત્રીઓ પુરીમાં ફસાયા હતા. આ યાત્રીઓએ ફસાયા બાદ જુદા-જુદા સ્થળે આશરો લીધો હતો આ બાબતની જામનગર સ્થિત પરિવારજનોએ આ અંગે જિલ્લા કલેકટર રવિશંકરે જાણ કરી હતી. જિલ્લા કલક્ટરે પુરીના કલેક્ટરનો સંપર્ક કરતા સ્થાનિક વહીવટીતંત્ર અને જામનગરના યાત્રાળુઓની ભાળ મેળવી તેઓની વાપસી માટે વ્યવસ્થા રાયપુરથી કરાવી હતી.

120 યાત્રીઓ બે બસ મારફતે પરત ફર્યા

બાદમાં ગઇકાલે મોડી રાત્રે એક બસ અને સાંજે બીજી બસ મારફતે યાત્રિકો જામનગર આવી પહોંચતા સગા-સંબંધીઓ હાશકારાની લાગણી ફેલાઈ છે. યાત્રિકોએ જામનગર અને તંત્ર નો આભાર વ્યક્ત કર્યો છે મોટાભાગના યાત્રાળુઓ ટ્રેન તેમજ બસ મારફતે જામનગર આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે એક ટ્રેનના ડબા દ્વારા પણ યાત્રાળુઓને જામનગર ખાતે લવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details