જામનગરઃ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિને લઈ જામજોધપુર તાલુકાના સિદસર ગામે રાજાશાહી સમયનો વેણુ નદી પર આવેલો વેણુ પુલ જર્જરિત થયો હતો. જેથી પુલ પરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જામજોધપુરનો રાજાશાહી સમયનો ઓવરબ્રિજ બંધ થતાં લોકોને ભારે હાલાકી જામજોધપુર તાલુકાના સિદસર ગામે આવેલી વેણુ નદીમાં રાજાશાહી વખતના 85 વર્ષ જુના પુલના પિલ્લરમાં ભારે વરસાદના કારણે ડેમેજ થતા પુલને સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યો છે. પુલને બંધ કરી દેવાતા સિદસર સહિત આસપાસના ગામના લોકોને જામજોધપુર થી રાજકોટ અને પાનેલી થી જામજોધપુર જવા માટે 25 થી 30 કી.મી ફરીને જવુ પડે છે.
જામજોધપુરનો રાજાશાહી સમયનો ઓવરબ્રિજ બંધ થતાં લોકોને ભારે હાલાકી પુલની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગરથી R & Bના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા અને તેમણે પુલમાં ભારે નુકશાની હોવાનું જણાવ્યું હતું. જ્યારે સિદસર ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો તેમજ ઉપલેટા અને પાનેલીના રહેવાસીઓ પણ વેણુ ઓવરબ્રીજ બંધ થવાના કારણે રાજય સરકાર તેની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરી આપે તેવી માગ કરી રહ્યા છે.
રાજાશાહી સમયનો પુલ જર્જરિત થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે નવા પુલની મંજૂરી આપવામાં આવે અને તેનું કામ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માગણી પણ તેઓ કરી રહ્યા છે.