જામનગર:જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ચોરસ ચોગઠું લટકાવતુ હેલિકોપ્ટર (People of Navi Veraval is Curious) આજે તા. 6/2/22ના બપોરના લગભગ દોઢ વાગ્યા આસપાસ બે રાઉન્ડ મારતાં લોકો વિમાસણમાં પડ્યા હતાં. જોકે બોપર બાદ પણ પીળાં કલરનું હેલિકોપ્ટર ગાગિયા લખમણભાઇની વાડીમાથી પસાર થયું હતું. ગામલોકો એવું જણાવી રહ્યા છે કે કોઈ જમીનનો સર્વે હોઈ શકે છે. બપોરે 3:55 કલાકે ફરી પીળા કલરનું હેલિકોપ્ટર આવ્યું હતું. સ્થાનિક તંત્રનો સંપર્ક કરતા રવિવાર હોવાથી અધિકારીઓ ફોન પણ રિસીવ કર્યો ન હતો.
જામનગરના નવી વેરાવળમાં ચોરસ ચોગઠું લટકાવેલું હેલિકોપ્ટર પસાર થતાં સર્જાયું કુતૂહલ આ પણ વાંચો:જમ્મુના ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનું કરાયું રેસ્ક્યૂ
હેલિકોપ્ટર ખેડૂતની વાડીમાંથી પસાર થતાં સ્થાનિકો કુતૂહલમાં મુકાયા
વાડીના માલીક ગાગિયા લખમણભાઇના (Helicopter in Navi Veraval) જણાવ્યા અનુસાર તેમની વાડીમાંથી વારંવાર હેલિકોપ્ટર નીકળતા આજુબાજુના રહીશો પણ એકઠા થઇ ગયા હતા. જોકે સવાલ એ થાય છે કે હેલિકોપ્ટર ડિફેન્સનું છે કે પછી ડ્રોન કેમેરાથી જમીન માપણી માટે ટ્રાયલ કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ ક્યારેય આવી રીતનું હેલિકોપ્ટર તેમની વાડી પરથી પસાર થયું નથી. ત્યારે કોઈ કંપની દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે કે શું તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રવિવારના દિવસે જ આ હેલિકોપ્ટર ખેડૂતની વાડીમાંથી પસાર થતાં સ્થાનિકો કુતૂહલમાં મુકાયા હતાં.
જામનગરના નવી વેરાવળમાં ચોરસ ચોગઠું લટકાવેલું હેલિકોપ્ટર પસાર થતાં સર્જાયું કુતૂહલ આ પણ વાંચો: Helicopter Joy Rides: અમદાવાદમાં શરૂ કરાઈ હેલિકોપ્ટર જોય રાઈડ્સ, રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરાવ્યો પ્રારંભ
કોઈ ખાનગી કંપની દ્વારા સર્વે કરવામાં આવતો હોવાની શક્યતા
ડિફેન્સના જાણકારોનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, કોઈ ખાનગી કંપની દ્વારા સર્વે કરવામાં આવતો હોવાની શક્યતા છે. કારણ કે ડિફેન્સનું હેલિકોપ્ટર આવું હોઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હવે ખેડૂતોની જમીનની માપણી ડ્રોન કેમેરા મારફતે કરવામાં આવશે. જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં કેમેરા લગાવેલું હેલિકોપ્ટર ખેડૂતની વાડી પરથી પસાર થતા ભારે કુતૂહલ સર્જાયું હતું.